Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ડૉનના ટાઇટલને કારણે કોઈ ડિસ્ટ્રિબ્યુટર્સ એને ખરીદવા નહોતા માગતા: અમિતાભ

ડૉનના ટાઇટલને કારણે કોઈ ડિસ્ટ્રિબ્યુટર્સ એને ખરીદવા નહોતા માગતા: અમિતાભ

13 May, 2020 06:37 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ડૉનના ટાઇટલને કારણે કોઈ ડિસ્ટ્રિબ્યુટર્સ એને ખરીદવા નહોતા માગતા: અમિતાભ

ડૉનના ટાઇટલને કારણે કોઈ ડિસ્ટ્રિબ્યુટર્સ એને ખરીદવા નહોતા માગતા: અમિતાભ


અમિતાભ બચ્ચનની ‘ડૉન’ આજથી 42 વર્ષ પહેલાં રિલીઝ થઈ હતી, પરંતુ એ ફિલ્મને એ સમયે કોઈ ડિસ્ટ્રિબ્યુટર્સ ખરીદવા નહોતા માગતા. આ ફિલ્મને ચંદ્રા બારોટ દ્વારા ડિરેક્ટ અને સલીમ ખાન-જાવેદ અખ્તરની જોડી દ્વારા લખવામાં આવી હતી. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન ડબલ રોલમાં હતા અને તેમની સાથે ઝીનત અમાન, પ્રાણ, ઇફ્તેખાર અને ઓમ શિવપુરીએ કામ કર્યું હતું. આ વિશે અમિતાભ બચ્ચને બ્લૉગ પર લખ્યું હતું કે ‘ચંદ્રા અને સલીમ-જાવેદે ફિલ્મનું નામ ‘ડૉન’ તરીકે જાહેર કર્યું હતું ત્યારે એક પણ ડિસ્ટ્રિબ્યુટર ફિલ્મને ખરીદવા નહોતા માગતા. એ સમયની ફેમસ અન્ડરવેઅર બ્રૅન્ડ ‘DAWN’ના નામ પરથી ફિલ્મનું નામ રાખવામાં આવ્યું હોવાનું તેમને લાગતું હતું. એ સમયે ‘ધ ગૉડફાધર’ ફિલ્મ લોકોમાં પ્રચલિત થઈ રહી હતી અને લોકોએ ડૉન શબ્દ પણ નહોતો સાંભળ્યો. જોકે શું ફિલ્મ બની હતી અને શું મ્યુઝિક હતું એનું. જાવેદસા’બે મને સવારે મેસેજ કર્યો કે હુઝૂર 42 સાલ હો ગયે ‘ડૉન’ કો. હદ થઈ ગઈ આ તો... કે ફિલ્મને 42 વર્ષ થઈ ગયાં.’

આ ફિલ્મના સેકન્ડ હાફનું ગીત ખઈ કે પાન બનારસવાલાને પાછળથી ઉમેરવામાં આવ્યું હતું. એ સમયે અમિતાભ બચ્ચનના પગમાં ઇન્જરી હતી અને તેમણે ખુલ્લા પગે શૂટિંગ કરવાનું હતું. આથી ડૉક્ટરને બોલાવી ઍનેસ્થેસિયા આપી શૂટિંગ કરવામાં આવ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

13 May, 2020 06:37 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK