ઋષિ કપૂર સાથે 11 મહિને ભારત આવ્યા બાદ ભાવુક થઈ નીતૂ કપૂર, કહી આ વાત

Published: Sep 13, 2019, 17:15 IST | મુંબઈ ડેસ્ક

નીતૂ કપૂર, જેણે મુશ્કેલીના સમયમાં પતિ ઋષિ કપૂરનો સાથ એક પળ માટે પણ ન છોડ્યો. તે પતિ ઋષિ કપૂર સાથે મક્કમતાથી ઊભી રહી. ગુરુવારે તેણે આ સંપૂર્ણ અનુભવ પર એક ભાવુક નોટ લખી.

ઋષિ કપૂર પત્ની નીતૂ કપૂર સાથે
ઋષિ કપૂર પત્ની નીતૂ કપૂર સાથે

પતિ ઋષિ કપૂર સાથે 11 મહિના બાદ ભારત આવ્યા બાદ નીતૂ કપૂરે ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શૅર કરીને લખ્યું કે, "છેલ્લા 11 મહિના ક્યાં ગયા? ખૂબ જ લાંબો રસ્તો હતો. આ એક એવો ફેસ હતો જેણે મને શીખવ્યું અને ઘણા પરિવર્તન કર્યા."

જણાવીએ કે ઋષિ કપૂર પોતાની કેન્સરની બીમારીની સારવાર કરાવીને 10 સપ્ટેમ્બરે ભારત આવી ગયા છે. એરપોર્ટ પર ઋષિ કપૂર અને નીતૂને એકસાથે સ્પૉટ કરવામાં આવ્યા. કપલ પૂરા 11 મહિના અને 11 દિવસો બાદ ભારત પાછું ફર્યું. મુંબઇ આવતાં દ ઋષિ કપૂરે ટ્વીટ કરીને પોતાની ખુશી વ્યક્ત કરી અને બધાને ભાવુક કરી દીધા. ઋષિના બાળકો રણબીર કપૂર અને રિદ્ધિમા કપૂર સાહનીએ પિતાનું સ્વાગત કર્યું.

 
 
 
View this post on Instagram

Where did these last 11 months go ?? Was a long road !!! It was a phase that taught and changed me a lot ❤️🏠

A post shared by neetu Kapoor. Fightingfyt (@neetu54) onSep 12, 2019 at 1:47am PDT

જ્યારે ઋષિ કપૂર ન્યૂયૉર્કમાં હતા ત્યારે તે ભારતને ખૂબ જ મિસ કરતાં હતા. ઋષિ કપૂરે એ પણ જણાવ્યું હતું કે, "ઘરથી દૂર રહીને તેઓ પોતાના પરિવાર અને ચાહકો સાથે શાંતિથી રહેતાં શીખ્યા છે. મને ઘરની બનેલી મુલાયમ રોટલીની પણ ખૂબ જ યાદ આવે છે. તમને અનેક પ્રકારના નાન અને રોટલીઓ મળી જાય છે. પણ ચક્કીના લોટની બનેલી સોફ્ટ રોટલીની વાત જ જુદી હોય છે."

આ પણ વાંચો : Mitra Gadhvi: છેલ્લો દિવસ ફેમ આ અભિનેતાને કરવી છે પડકારજનક ભૂમિકાઓ

ઋષિ કપૂરે નીતૂના વખાણ કરતાં કહ્યું કે - નીતૂ મારી હિંમત બની રહી છે, તેણે મારી બધી જ જવાબદારી એકલીએ ઉપાડી છે. બીમારીથી લડવામાં મારા પરિવારે મારી ખૂબ જ મદદ કરી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK