Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > નિર્ભયા કેસમાં આરોપીની ફાંસીમાં વિલંબ થતાં ભડક્યા રિશી કપૂર

નિર્ભયા કેસમાં આરોપીની ફાંસીમાં વિલંબ થતાં ભડક્યા રિશી કપૂર

04 March, 2020 12:12 PM IST | Mumbai

નિર્ભયા કેસમાં આરોપીની ફાંસીમાં વિલંબ થતાં ભડક્યા રિશી કપૂર

રિશી કપૂર

રિશી કપૂર


રિશી કપૂરે ૧૯૯૩માં આવેલી ‘દામિની’ના ડાયલૉગ દ્વારા ન્યાયતંત્ર સામે સવાલ ઉઠાવ્યા છે. દિલ્હીના નિર્ભયા કેસમાં દિલ્હી કોર્ટે ચુકાદામાં ફાંસીની સજા આપી હતી. આરોપીને ગઈ કાલે ફાંસીની સજા આપવામાં આવી હતી, પરંતુ કોર્ટ દ્વારા એને ફરી લંબાવવામાં આવી હતી. મુકેશ સિંહ, પવન ગુપ્તા, વિનય કુમાર શર્મા અને અક્ષયકુમારને ગઈ કાલે સવારે છ વાગ્યે ફાંસી આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. તેમની ફાંસી માટે સતત નવી-નવી તારીખો આપવાથી રિશી કપૂર ગુસ્સે થઈ ગયા હતા. તેમની ‘દામિની’માં પણ રેપની વાત કરવામાં આવી હતી. આ ફિલ્મમાં ન્યાય મળે એ માટે સની દેઓલ કેસ લડતો હોય છે. આ કેસમાં સતત તારીખ મળતાં સની દેઓલ ગુસ્સામાં ‘તારીખ પે તારીખ’વાળો ડાયલૉગ બોલે છે. દિલ્હી કોર્ટે આપેલા ચુકાદા છતાં એમાં સતત વિલંબ થતાં ન્યાયતંત્ર પર ગુસ્સો કાઢતાં રિશી કપૂરે ટ્વીટ કર્યું હતું કે ‘નિર્ભયા કેસ. તારીખ પે તારીખ, તારીખ પે તારીખ, તારીખ પે તારીખ - ‘દામિની’. ખૂબ જ વાહિયાત વાત છે.’


Whatsapp-channel Whatsapp-channel

04 March, 2020 12:12 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK