અમેરિકન ટીવી-સિરીઝ હોમલૅન્ડમાં ફરી જોવા મળશે નિમ્રત કૌર

Feb 06, 2019, 10:25 IST

આઠમી સીઝનના પાત્ર વિશે નિમ્રતે કહ્યું હતું કે ‘તસનીમ હવે સિનિયર લેવલની ISI ઑફિસર બની ગઈ છે.

અમેરિકન ટીવી-સિરીઝ હોમલૅન્ડમાં ફરી જોવા મળશે નિમ્રત કૌર
નિમ્રત કૌર

 

નિમ્રત કૌરને અમેરિકન ટીવી-સિરીઝ ‘હોમલૅન્ડ’ની આઠમી સીઝનમાં પણ કામ કરવાની તક મળી છે. આ એક સ્પાય-થ્રિલર સિરીઝ છે, જે જૂનમાં ઑન-ઍર થશે. આ સિરિયલની ચોથી સીઝનને અવૉર્ડ પણ મળ્યો હતો, જેમાં નિમ્રત એક પાકિસ્તાની ISI ઑફિસર તસનીમ કુરેશીની ભૂમિકામાં જોવા મળી હતી. આ સિરિયલની આઠમી સીઝનમાં કામ કરવાની તક મળતાં નિમ્રતે કહ્યું હતું કે ‘મેં જ્યારે ચોથી સીઝન કરી ત્યારે મને કોઈ અંદાજો નહોતો કે મને ફરીથી આ સિરીઝમાં કામ કરવા મળશે. મારી ફક્ત એક જ સીઝન માટેની ડીલ થઈ હતી. આઠમી સીઝનની ઑફર મળતાં મને આર્ય થયું હતું. મેં કદી એ વિચાર્યું નહોતું કે હું ફરીથી શોમાં પાછી એ પાત્ર ભજવીશ. આ સીઝનની ટીમ જ્યારે ફાઇનલ સીઝનની સ્ક્રિપ્ટ પર કામ કરી રહી હતી ત્યારે જ એ મને મળવા માગતી હતી. સદ્નસીબે એ વખતે હું લૉસ ઍન્જલસમાં જ હતી. તેમને મારું પાત્ર ફરીથી રજૂ કરવું હતું, કારણ કે એને સારો પ્રતિસાદ મïળ્યો હતો.’

ફરીથી એ પાત્રને ભજવવાની તક મળવાની ખુશી વ્યક્ત કરતાં નિમ્રતે કહ્યું હતું કે ‘આ યુનિવર્સમાં ફરીથી સામેલ થવાની મને ખુશી છે. આવું પહેલી વાર બન્યું છે કે મેં જે પાત્રને સ્ક્રીન પર રજૂ કર્યું હોય એને જ ફરીથી રિપીટ કરી રહી હોઉં. મારા માટે આ થોડું ચૅલેન્જિંગ હતું, કારણ કે હું પહેલી વાર વિદેશી શોમાં કામ કરી રહી હતી. ત્યાંની સિસ્ટમ મારા માટે નવી હતી. આ પૂરી રીતે નકારાત્મક પાત્ર છે. મારા પાત્રને સહજતાથી ભજવવા માટે મારી જાતને પૂરતી ટ્રેઇનિંગ આપવી પડશે.’

ચોથી સીઝનમાં તેનો સ્ક્રીન-ટાઇમ ખૂબ ઓછો હતો આમ છતાં લોકો તેને ઓળખતા હતા. આ વિશે નિમ્રતે કહ્યું હતું કે ‘લોકો ઍરર્પોટ પર મારી પાસે આવતા અને કહેતા કે હું તેમને નથી ગમતી. આ મારા માટે સારી વાત છે કે લોકો મારા પાત્રને નફરત કરે છે. એનાથી લાગે છે કે તમે તમારું કામ સારી રીતે કર્યું છે. આ હવે છેલ્લી સીઝન છે એથી એમાં કામ કરવાની તક મળતાં હું ખૂબ ઉkસાહિત છું.’

આ પણ વાંચો : શક્તિ... અસ્તિત્વ કે એહસાસ કીમાં દેખાશે ઍબિગેલ પાન્ડે

આઠમી સીઝનના પાત્ર વિશે નિમ્રતે કહ્યું હતું કે ‘તસનીમ હવે સિનિયર લેવલની ISI ઑફિસર બની ગઈ છે. તે પાકિસ્તાનનો જાણીતો ચહેરો બની ગઈ છે. તે અગત્યના વિભાગમાં મહkવની ભૂમિકા ભજવી રહી છે. તે આ શોમાં ઘણા અગત્યના નિર્ણયો લેતી જોવા મળશે. મને આ પાત્ર વિશે વધુ માહિતી નથી. એથી એ પણ નથી જાણતી કે અંતમાં તેની શું ભૂમિકા હશે. મારા હાથમાં હાલમાં શરૂઆતના કેટલાક એપિસોડ્સની જ સ્ક્રિપ્ટ છે.’

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK