Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > સ્કેમ 92 ફેમ અભિનેતા નિખિલ દ્વિવેદી કોરોના પૉઝિટીવ, થયો આઇસોલેટ

સ્કેમ 92 ફેમ અભિનેતા નિખિલ દ્વિવેદી કોરોના પૉઝિટીવ, થયો આઇસોલેટ

20 November, 2020 12:56 PM IST | Mumbai
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

સ્કેમ 92 ફેમ અભિનેતા નિખિલ દ્વિવેદી કોરોના પૉઝિટીવ, થયો આઇસોલેટ

નિખિલ દ્વિવેદી

નિખિલ દ્વિવેદી


ફિલ્મ અભિનેતા અને નિર્માતા નિખિલ દ્વિવેદીનો કોરોના રિપોર્ટ પૉઝિટીવ આવ્યો છે અને તેણે પોતાને ઘરે આઇસોલેટ કરી લીધો છે. તો તેની પત્નીનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે અને તે સ્વસ્થ છે. વેબ સીરિઝ 'સ્કેમ 1992: ધ હર્ષદ મેહતા સ્ટોરી'માં જોવા મળેલા ફિલ્મ અભિનેતા અને નિર્માતા નિખિલ દ્વિવેદીનો કોરાના વાયરસ ટેસ્ટ રિપોર્ટ પૉઝિટીવ આવ્યો છે અને તેણે ઘરે પોતાને આઇસોલેટ કરી લીધો છે. તેની પત્ની ગૌરીનો ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

નિખિલ દ્વિવેદીએ આ વાતની પુષ્ઠિ કરી છે. તેણે કહ્યું કે તેની જીભે કોઇપણ સ્વાદ આવતો નથી. તેણે કહ્યું, "હા, મારો કોરોનાવાયરસ ટેસ્ટ રિપોર્ટ પૉઝિટીવ આવ્યો છે." નિખિલે ફિલ્મ 'વીરે દી વેડિંગ' અને 'દબંગ 3' જેવી ફિલ્મો પ્રૉડ્યૂસ કરી છે. આ સિવાય તેણે તાજેતરમાં જ હંસલ મેહતાની વેબ સીરિઝ 'સ્કેમ 1992: ધ હર્ષદ મેહતા સ્ટોરી'માં પણ કામ કર્યું હતું.



તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂમાં નિખિલ દ્વિવેદીએ કહ્યું હતું, 'મને સારું કામ નહોતું મળતું. જ્યારે મને 'સ્કેમ 1992'ની ઑફર મળી તો મને લાગ્યું કે મારે આ સાઇન કરી લેવી જોઇએ. ભલે હું નિર્માતા તરીકે કામ કેમ ન કરતો હોઉં પણ મને પહેલા પણ સારું કામ મળ્યું હોત તો મેં કામ કર્યું હોત. મને પ્રૉડક્શનમાં જવા માટે ફોર્સ કરવામાં આવ્યો કારણકે મારે કંઇક કરવું હતું' સ્કૅમ 92 શેર બ્રોકર હર્ષદ મેહતાના જીવન પર આધારિત વેબ સીરિઝ છે. આ સ્ટૉક માર્કેટમાં થયેલા સ્કેમ પર આધારિત છે. આને આઇએમડીબી પર 9.6 રેટિંગ્સ મળ્યા છે.


 
 
 
View this post on Instagram

A post shared by Nikhil Dwivedi (@nikhildwivedi25)


વિશાલ ફુરિયાના નિર્દેશનમાં બનેલી અને નિખિલ દ્વિવેદી દ્વારા નિર્મિત એક ત્રણ ફિલ્મની સીરિઝમાં શ્રદ્ધા કપૂર નાગિનના લૂકમાં દેખાશે. આ પહેલા એકતા કપૂરે મોટા પડદા માટે 'નાગિન' બનવાની ઇચ્છા વિશે વાત કરી હતી અને કેટરીના કૅફનો આ ભૂમિકા માટે સંપર્ક કર્યો હતો. ત્યારે કેટરીના કૅફને લાગ્યું કે એકતા કપૂરે નશાની હાલતમાં તેનો સંપર્ક કર્યો હતો.

Whatsapp-channel Whatsapp-channel

20 November, 2020 12:56 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK