Bigg Boss 14માં ભાગ લેશે નિયા શર્મા, હવે જોવા મળશે નાગિનનો જલવો

Updated: Aug 11, 2020, 16:27 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai Desk

'ખતરો કે ખિલાડી'ના સ્પેશિયલ એડિશનનું શૂટિંગ હાલ ગોરેગામના ફિલ્મ સિટીમાં થઈ રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે નિયા આ શૉ બાદ 'બિગ બૉસ'ના ઘરમાં એન્ટ્રી લેશે.

નિયા શર્મા (ફાઇલ ફોટો)
નિયા શર્મા (ફાઇલ ફોટો)

ટેલીવિઝન શૉ 'નાગિન 4'(Nagin 4)માં પોતાની વિષૈલી અદાઓ દર્શાવ્ચા બાદ નિયા શર્મા(Nia Sharma) હવે પોતાના ચાહકો માટે એક સારા સમાચાર લઈને આવી છે. નિયા હાલ સ્ટન્ટ બેઝ્ડ શૉ 'ખતરો કે ખિલાડી- મેડ ઇન ઇન્ડિયા'(Khataron ke khiladi- made in India)માં જોવા મળે છે. મળતી માહિતી પ્રમાણે તે 'બિગ બૉસ 14'(Bigg Boss 14)માં ભાગ લેવા માટે માની ગઈ છે. 'ખતરો કે ખિલાડી'ના સ્પેશિયલ એડિશનનું શૂટિંગ હાલ ગોરેગામ(Goregaon)ના ફિલ્મ સિટી(FilmCity)માં થઈ રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે નિયા આ શૉ બાદ 'બિગ બૉસ'(Bigg Boss-14)ના ઘરમાં એન્ટ્રી લેશે.

પહેલા પણ નિયાને ઑફર થયો હતો શૉ
ગયા વર્ષે 'બિગ બૉસ' મેકર્સ નિયા શર્માને અપ્રોચ કરી રહ્યા હતા. દરવખતે તે શૉ માટે ના પાડી દેતી હતી. પણ રિપોર્ટ્સ જણાવે છે કે આ વખતે તે માની ગઈ છે. તે સલમાન ખાનના શૉમાં દેખાશે. આ પહેલા પણ સમાચાર હતા કે શૉ મેકર્સ નિયા સાથે સતત સંપર્કમાં છે. તે 'નાગિન 4'માં વ્યસ્ત હતી. પણ હવે જ્યારે શૉ બંધ થઈ ગયો છે, તો નિયાએ ત્રણ મહિના માટે પોતાને 'બિગ બૉસ'ના ઘરમાં કેદ કરવાનો નિર્ણય લીધો છે.

પહેલા કર્યો હતો ઇનકાર
'સ્પૉટબૉય'ના રિપોર્ટ પ્રમાણે, નિયાએ પહેલા તો 'બિગ બૉસ' માટે ના પાડી દીધી હતી. પણ હવે તે તૈયાર થઈ ગઈ છે. તેણે મેકર્સ સાથે પોતાની ફી અને તમામ જરૂરી મુદ્દે વાત પણ કરી લીધી છે.

જોવા મળશે નિયાનો અસલી અવતાર
જણાવવાનું કે આ પહેલા 'ખતરોં કે ખિલાડી 8'માં ભાગ લઈ ચૂકી છે. એવામાં તેની પાસે રિયાલિટી શૉનો સારો અનુભવ છે. જો કે રીલ લાઇફ નિયાને રિયલ લાઇફમાં જોવી અને સમજવી વધારે રસપ્રદ રહેશે.

પનવેલથી રિલીઝ થયો શૉનો પ્રોમો
'બિગ બૉસ 14'નો પ્રોમો આવી ગયો છે. આ સલમાન ખાને પોતાના પનવેલ ફૉર્મહાઉસ પર જ શૂટ કર્યો છે. આ વખતે શૉના ફૉર્મેટમાં અનેક પ્રકારના ફેરફાર કરવામાં આવ્યા છે. કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને પાર્ટિસિપેટ થનારા બધાં કોન્ટેસ્ટ્ન્ટ્સના કોવિડ-19 ટેસ્ટ કરવામાં આવશે, તો એની સાથે જ શૉ દરમિયાન કોઇની તબિયત ખરાબ થાય તો તેને શૉમાંથી બહાર કરી દેવામાં આવશે.

આ વખતે ઘરમાં લઈ જઈ શકાશે ફોન
રિપોર્ટ્સ પ્રમાણે, 'બિગ બૉસ 14'માં આ વખતે મોબાઇલ ફોન લઈ જવાની છૂટ હશે. આ સિવાય દરેક કોન્ટેસ્ટન્ટ પોતાના ઘરવાળા સાથે વીડિયો કૉલ દ્વારા વાત પણ કરી શકશે. 'બિગ બૉસ 13' જબરજસ્ત હિટ સાબિત થયું. એવામાં જોવાનું રસપ્રદ હશે કે કોરોના સંક્રમણના આ સમયમાં જ્યારે આખું ભારત ઘરમાં બંધ છે, ત્યારે નવી સીઝન કેટલું મનોરંજન કરાવે છે.

 • 1/15
  પહેલા નિયાનું નામ નેહા હતું પણ નેહા એ ખૂબ જ સામાન્ય નામ હોવાથી તેણે પોતાનું નામ નેહાને બદલીને નિયા કરી નાખ્યું. 

  પહેલા નિયાનું નામ નેહા હતું પણ નેહા એ ખૂબ જ સામાન્ય નામ હોવાથી તેણે પોતાનું નામ નેહાને બદલીને નિયા કરી નાખ્યું. 

 • 2/15
  નિયાએ નવી દિલ્હીના એક ઇન્સ્ટીટ્યૂટમાંથી માસ કૉમ્યુનિકેશનની સ્ટડી કરી છે.

  નિયાએ નવી દિલ્હીના એક ઇન્સ્ટીટ્યૂટમાંથી માસ કૉમ્યુનિકેશનની સ્ટડી કરી છે.

 • 3/15
  બ્રિટેનના ઇસ્ટર્ન આઇ ન્યૂઝની રિપોર્ટ પ્રમાણે ટૉપ 50 સેક્સી એશિયાઇ મહિલાઓની સૂચિમાં નિયાને વર્ષ 2016માં ત્રીજું અને વર્ષ 2017માં બીજું સ્થાન મળ્યું હતું.

  બ્રિટેનના ઇસ્ટર્ન આઇ ન્યૂઝની રિપોર્ટ પ્રમાણે ટૉપ 50 સેક્સી એશિયાઇ મહિલાઓની સૂચિમાં નિયાને વર્ષ 2016માં ત્રીજું અને વર્ષ 2017માં બીજું સ્થાન મળ્યું હતું.

 • 4/15
  વર્ષ 2010માં નિયાએ સીરિયલ કાલી એક અગ્નિપરીક્ષા સાથે ટેલિવીઝનમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યાર બાદ નિયાએ બહેનેમાં એક્ટિંગ કરી.

  વર્ષ 2010માં નિયાએ સીરિયલ કાલી એક અગ્નિપરીક્ષા સાથે ટેલિવીઝનમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યાર બાદ નિયાએ બહેનેમાં એક્ટિંગ કરી.

 • 5/15
  વર્ષ 2011માં નિયાની એક સીરિયલ આવી, એક હજારો મેં મેરી બહેના હૈ. આ ઇમોશનલ ડ્રામા માટે નિયાને બેસ્ટ એક્ટ્રેસ પૉપ્યુલરનો એવોર્ડ પણ મળ્યો. 

  વર્ષ 2011માં નિયાની એક સીરિયલ આવી, એક હજારો મેં મેરી બહેના હૈ. આ ઇમોશનલ ડ્રામા માટે નિયાને બેસ્ટ એક્ટ્રેસ પૉપ્યુલરનો એવોર્ડ પણ મળ્યો. 

 • 6/15
  2017માં નિયા શર્માએ વિક્રમ ભટ્ટની વેબ સીરિઝ ટ્વિસ્ટેડમાં લીડ એક્ટ્રેસનું પાત્ર ભજવ્યું હતું. આ પાત્ર નિયાના ટેલિવીઝન શૉના પાત્રથી ઘણું જૂદું હતું. પણ તેની ભૂમિકાને પણ એટલી જ વખાણવામાં આવી હતી. 

  2017માં નિયા શર્માએ વિક્રમ ભટ્ટની વેબ સીરિઝ ટ્વિસ્ટેડમાં લીડ એક્ટ્રેસનું પાત્ર ભજવ્યું હતું. આ પાત્ર નિયાના ટેલિવીઝન શૉના પાત્રથી ઘણું જૂદું હતું. પણ તેની ભૂમિકાને પણ એટલી જ વખાણવામાં આવી હતી. 

 • 7/15
  નિયા શર્માએ ફિયર ફેક્ટર ખતરો કે ખિલાડીના સીઝન 8માં પણ જોવા મળી. 

  નિયા શર્માએ ફિયર ફેક્ટર ખતરો કે ખિલાડીના સીઝન 8માં પણ જોવા મળી. 

 • 8/15
  ટૂંક સમયમાં તે જમાઇરાજા 2માં પણ જોવા મળે છે. 

  ટૂંક સમયમાં તે જમાઇરાજા 2માં પણ જોવા મળે છે. 

 • 9/15
  નિયાને એક હજારો મેં મેરી બહેના હૈમાંથી સૌથી વધુ લોકપ્રિયતા મળી હતી. 

  નિયાને એક હજારો મેં મેરી બહેના હૈમાંથી સૌથી વધુ લોકપ્રિયતા મળી હતી. 

 • 10/15
  નિયાનો બ્લેક સાડીમાં કાતિલાના અંદાજ અનેકોને ઘાયલ કરી દે તેવો છે. 

  નિયાનો બ્લેક સાડીમાં કાતિલાના અંદાજ અનેકોને ઘાયલ કરી દે તેવો છે. 

 • 11/15
  તસવીરમાં નિયા વાઇટ એન્ડ વાઇટ સ્કર્ટ અને ટ્યૂબ બ્રામાં ખૂબ જ હોટ દેખાય છે સાથે તેણે વાળ ખુલ્લા રાખ્યા છે અને વાળમાં એક સરસ મજાનું આછાં ગુલાબી રંગનું ફૂલ પણ લગાડ્યું છે. 

  તસવીરમાં નિયા વાઇટ એન્ડ વાઇટ સ્કર્ટ અને ટ્યૂબ બ્રામાં ખૂબ જ હોટ દેખાય છે સાથે તેણે વાળ ખુલ્લા રાખ્યા છે અને વાળમાં એક સરસ મજાનું આછાં ગુલાબી રંગનું ફૂલ પણ લગાડ્યું છે. 

 • 12/15
  બ્લેક હાઇ ક્વિલેજ શૉ ડિપ વી શેપ્ડ નેકલાઇન ધરાવતું મલ્ટી ફ્રિલવાળું ગાઉન પહેર્યું છે સાથે ગળામાં ક્રોસનું પેન્ડેન્ટ અને સરસ મજાના નેટવાળા હાથમોજાં પહેર્યા છે જે એકદમ પિક્ચર પર્ફેક્ટ લૂક આપે છે.

  બ્લેક હાઇ ક્વિલેજ શૉ ડિપ વી શેપ્ડ નેકલાઇન ધરાવતું મલ્ટી ફ્રિલવાળું ગાઉન પહેર્યું છે સાથે ગળામાં ક્રોસનું પેન્ડેન્ટ અને સરસ મજાના નેટવાળા હાથમોજાં પહેર્યા છે જે એકદમ પિક્ચર પર્ફેક્ટ લૂક આપે છે.

 • 13/15
  નિયા શર્મા ટૂંક સમયમાં જ બિગબૉસ સીઝન 14માં પણ દેખાઇ શકે છે.

  નિયા શર્મા ટૂંક સમયમાં જ બિગબૉસ સીઝન 14માં પણ દેખાઇ શકે છે.

 • 14/15
  નિયા શર્મા એકતા કપૂરની સિરીયલ નાગિન 4માં પણ દેખાઇ ચૂકી છે.

  નિયા શર્મા એકતા કપૂરની સિરીયલ નાગિન 4માં પણ દેખાઇ ચૂકી છે.

 • 15/15
  તાજેતરમાં જ નિયાએ ખતરો કે ખિલાડી મેડ ઇન ઇન્ડિયામાં ચેમ્પિયન ટ્રોફી પણ જીતી છે.

  તાજેતરમાં જ નિયાએ ખતરો કે ખિલાડી મેડ ઇન ઇન્ડિયામાં ચેમ્પિયન ટ્રોફી પણ જીતી છે.

Loading...
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK