એકતા કપૂરને મળી ગઈ નવી નાગિન, હવે આ અભિનેત્રી લેશે દુશ્મનોથી બદલો

Published: Oct 21, 2019, 14:22 IST | મુંબઈ

એકતા કપૂરને નવી નાગિન મળી ગઈ છે. હવે આ અભિનેત્રી લેશે નાગિન બનીને દુશ્મનોથી પાસેથી બદલો.

કોણ હશે નવી નાગિન?
કોણ હશે નવી નાગિન?

કલર્સ ટીવી પર પ્રસારિત થતા સુપરનેચરલ શો નાગિનના 3 સફળ સીઝન બાદ હવે જલ્દી નાગિન 4 શરૂ થવા જઈ રહ્યું છે. શોની ઑફિશિયલ અનાઉન્સમેન્ટ બાદથી જ લગાતાર નાગિનની લીડ કિરદાર માટે એક્ટ્રેસની શોધ કરવામાં આવી રહી હતી જે હવે ખતમ થઈ ગઈ છે.

ટેલીચક્કરના સોર્સ અનુસાર નાગિન 4માં આ વખતે એક હઝારોમેં મેરી બહેના હૈ ફેમ એક્ટ્રેસ નિયા શર્મા નજર આવશે. આ રોલને નિભાવવા માટે પહેલા નિયા શર્માની ઑનસ્ક્રીન બહેન રહી ચુકેલી ક્રિસ્ટલ ડિસૂઝાનું નામ સામે આવ્યું હતું પરંતુ હવે એકતા કપૂરે નિયા શર્માને સાઈન કરી લીધી છે.

જણાવવામાં આવી રહ્યું છે કે શોની આખી સ્ક્રિપ્ટ તૈયાર થઈ ચુકી છે, જેનું શૂટિંગ દિવાળી પછી શરૂ થઈ જશે. નાગિનનો કિરદાર નિભાવવા માટે જ્યારે મીડિયાએ નિયા શર્મા સાથે વાત કરી તો તેમણે તેના પર કોઈ કમેન્ટ ન કરી. આ રોલની એકતા કપૂર અને મેકર્સ દ્વારા કોઈ પણ આધિકારીક જાહેરાત નથી કરવામાં આવી.

 
 
 
View this post on Instagram

When you touch your makeup kit after really long! @cashmakeupartistry @zabellaofficial outfit @saachivj ❤️ @reneebyaashka lashes

A post shared by Nia Sharma (@niasharma90) onOct 20, 2019 at 4:29am PDT


હાલમાં જ નાગિન 4નું ધમાકેદાર ટીઝર પણ એકતા કપૂરે રિલીઝ કરી દીધું છે. આ ટીઝરમાં બે નાગિન નજર આવી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ સીઝનમાં છેલ્લી સીઝન કરતા અલગ બનાવવા માટે બે નાગિનો બતાવવામાં આવશે. જેમાંથી એક નાગિન પૉઝિટિવ રોલ અને એકનું નેગેટિવ. એક નાગિનનો કિરદાર કોણ નિભાવશે તે સામે આવી ચુક્યું છે. તો હવે જોવાનું એ રહેશે કે બીજો કિરદાર કઈ અભિનેત્રીને આપવામાં આવશે.

 
 
 
View this post on Instagram

#NAAGIN4 ....TEASER 🐍🐍🐍🐍🐍🐍🐍🐍Aaj #bigboss aur bahut jald #nagin4 .... only on @colors #colorsweekendgetsgoingagain

A post shared by Erk❤️rek (@ektaravikapoor) onSep 29, 2019 at 9:10am PDT


નિયા શર્મા પહેલાની બે સિઝનમાં મૌની રૉય સૌથી પહેલા નાગિન બનીને આવી હતી. બાદમાં ત્રીજા સિઝનમાં સુરભિ જ્યોતિ નાગિન બનીને આવી હતી. એ સિવાય કરિશ્મા તન્ના, અદા ખાન, અનિતા હસનંદાની પણ શોમાં નાગિન બની ચુકી છે.

આ પણ જુઓઃ કેટરીનાથી લઈને સની સુધી...જુઓ વૉગ વુમન ઑફ ધ યર અવૉર્ડમાં સિતારાઓના જલવા..

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK