Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કિંજલ દવેનું નવું ગીત સુપરહિટ, 3 દિવસમાં જ મળ્યા 10 લાખથી વધુ વ્યૂઝ

કિંજલ દવેનું નવું ગીત સુપરહિટ, 3 દિવસમાં જ મળ્યા 10 લાખથી વધુ વ્યૂઝ

15 July, 2019 12:50 PM IST | અમદાવાદ

કિંજલ દવેનું નવું ગીત સુપરહિટ, 3 દિવસમાં જ મળ્યા 10 લાખથી વધુ વ્યૂઝ

કિંજલ દવેનું નવું ગીત મચાવી રહ્યું છે ધૂમ

કિંજલ દવેનું નવું ગીત મચાવી રહ્યું છે ધૂમ


સફળતા અને કિંજલ દવે જાણે એક બીજાનો પર્યાય બની ગયા છે. 13 જુલાઈએ રીલિઝ થયેલા કિંજલ દવેના ગીત 'પૈસા છે તો પ્રેમ છે'ને ત્રણ જ દિવસના સમયમાં 10 લાખ કરતા વધુ હિટ્સ મળી ચુક્યા છે અને આ આંકડો સતત વધી રહ્યો છે. કિંજલના ચાહકો સોશિયલ મીડિયા પર તેની સતત પ્રશંસા કરી રહ્યા છે.

'પૈસો છે તો પ્રેમ છે'
ગીતની થીમ ઘણી રસપ્રદ છે. પૈસા છે તો પ્રેમ છે, બાકી બધો વહેમ છે. આ જ થીમ પર ગીત છે. જેમાં બતાવવામાં આવ્યું છે કે જ્યાં સુધી યુવક પાસે પૈસા હોય છે ત્યાં સુધી લોકો તેની આગળ પાછળ ફરે છે. પરંતુ જ્યારે તેના દિવસો બદલાય છે ત્યારે લોકો પણ બદલાય જાય છે. આ ગીતને મનુ રબારીએ લખ્યું છે. જ્યારે કિંજલ દવેએ ગાયું છે. કેડી ડિજિટલના બેનર હેઠળ આ ગીત રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતમાં ભાવિન ભાનુશાળી અને આંચલ શાહ જોવા મળી રહ્યા છે.


આવી રીતે આવ્યો ગીતનો વિચાર
Gujaratimidday.com સાથે વાત કરતા કિંજલ દવેએ કહ્યું કે, 'સામાન્ય રીતે હું લવ અને બેવફા ટાઈપના આલ્બમ સોંગ નથી કરતી. પરંતુ આમાં મે કાંઈક અલગ કરવાનો પ્રયાસ કર્યો છે. હું મારી ટીમ સાથે બેઠી હતી ત્યારે વાતવાતમાં આ વિચાર આવ્યો અને અમે આ ગીત તમારી સામે લઈને આવ્યા.'



આ પણ વાંચોઃ જાણી લો 'ચાર ચાર બંગડી વાળી' સિંગર કિંજલ દવે વિશેની અજાણી વાતો


કિંજલ દવે તેના ગીત 'ચાર ચાર બંગડી વાળી ગાડી'થી જાણીતા બન્યા હતા. જે બાદ તેના ઘણા ગીતો રિલીઝ થઈ ચુક્યા છે. કિંજલ દવે એ એક પછી એક ધમાકેદાર ગીતો આપ્યા છે અને આ જ કારણ છે કે લોકો તેને આટલું પસંદ પણ કરે છે. જ્યારથી કિંજલે તેનું નવું ગીત આવવાનું છે તેવી જાહેરાત કરી હતી ત્યારથી જ ચાહકો તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને ગીત આવતાની સાથે જ સુપરહિટ સાબિત થઈ રહ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

15 July, 2019 12:50 PM IST | અમદાવાદ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK