ગોળ ગોળ ધાણી ટૂંક સમયમાં જોવા મળશે ઓટીટી પ્લેટફૉર્મ પર

Updated: 23rd September, 2020 23:02 IST | Shilpa Bhanushali | Mumbai

ધીમે ધીમે અનેક નવી ફિલ્મો અને વેબસિરીઝનું શૂટ શરૂ થયું છે તો કેટલાક શૂટ પૂરા પણ થઈ ગયા છે. ટૂંક સમયમાં જ આ વેબ સિરીઝ ઓટીટી પ્લેટફૉર્મ પર રિલીઝ કરવામાં આવશે.

ગોળ ગોળ ધાણી પોસ્ટર
ગોળ ગોળ ધાણી પોસ્ટર

કોરોના (Coronavirus) મહામારીને કારણે ભારત (Indian Government) સરકારે 22 માર્ચના રોજ લૉકડાઉન (Lockdown) જાહેર કર્યું જેને કારણે બધાં જ કામકાજ બંધ કરાવી દેવામાં આવ્યા હતા. જેમાં ટીવી (TV serials) સીરિયલ્સ, ફિલ્મ (Movies) અને વેબસિરીઝ (Web Series)ના શૂટિંગનું કામ પણ બંધ કરી દેવામાં આવ્યું હતું. હવે અનલૉકના પ્રક્રિયા બાદ ધીમે ધીમે શૂટિંગના કામકાજ પણ શરૂ કરવાની સરકારે ગાઇડલાઇન્સ સાથે છૂટ આપી છે ત્યારે ધીમે ધીમે અનેક નવી ફિલ્મો અને વેબસિરીઝનું શૂટ શરૂ થયું છે તો કેટલાક શૂટ પૂરા પણ થઈ ગયા છે. ટૂંક સમયમાં જ આ વેબ સિરીઝ ઓટીટી પ્લેટફૉર્મ પર રિલીઝ કરવામાં આવશે.

ટૂંક સમયમાં ગુજરાતી વેબસિરીઝ ગોળ ગોળ ધાણી ઓટીટી પ્લેટફૉર્મ પર રિલીઝ થવા જઈ રહી છે. આ વેબસિરીઝ થ્રિલર હોરર છે. આ વેબસિરીઝમાં રાજ જતાનિયા અને યતિન પરમાર મુખ્ય પાત્રો તરીકે જોવા મળશે તો તેમની સામે મોના મોખા અને સોનિયા નાગોરા દેખાશે. તેની સાથે જ પંડિતના પાત્રમાં ડૉ. ઉદય મોદી અને રૂપાલી શર્મા સાથે મોહસીન પણ જોવા મળશે. આ ફિક્શનલ કૉમેડી, હોરર અને સસ્પેન્સ થ્રિલર પ્રકારની વેબસીરિઝનો આનંદ તમે ટૂંક સમયમાં જ માણી શકશો.

આ પણ વાંચો : Exclusive:જીમિત ત્રિવેદી દેખાશે આ વેબસિરીઝમાં,ક્લિન બૉલ્ડ લોચો થઈ ગયો

આ વેબસીરિઝના ડિરેક્ટર સુમિત સાહિલ ગોરડિયા છે જ્યારે DOP ભવદીપ કરી રહ્યા છે. આ વેબ સીરિઝના પ્રૉડ્યુસર ડૉ. ઉદય મોદી છે. પ્લેટિનમ પિક્ચર્સ પ્રૉડક્શન હાઉસ છે. આ વેબસીરિઝ છ એપિસોડની છે. જણાવવાનું કે પ્રૉડ્યુસર ડૉ. ઉદય મોદીની તાજેતરમાં જ બીજી એક વેબ સિરીઝ ક્લિન બોલ્ડ લોચો થઈ ગયોનું શૂટ પૂરું કરવામાં આવ્યું છે આ વેબસીરિઝમાં જીમિત ત્રિવેદી અને વિનીતા જોશી મુખ્ય પાત્રોમાં જોવા મળશે.

First Published: 23rd September, 2020 20:34 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK