કુમકુમ ભાગ્ય, તુમસે હૈ રાબ્તા અને કુરબાન હુવા જેવા શોના નવા એપિસોડ બહુ જલદી જોવા મળશે

Published: Jun 30, 2020, 21:32 IST | Agencies | Mumbai Desk

લૉકડાઉનને કારણે આ તમામ એપિસોડનું શૂટિંગ બંધ થઈ ગયું હતું અને ચૅનલ દ્વારા જૂના શો અને સિરિયલો રજૂ કરવાની ફરજ પડી હતી.

કુમકુમ ભાગ્ય
કુમકુમ ભાગ્ય

ઝી ટીવી પર આવતા શો ‘કુમકુમ ભાગ્ય’, ‘કુંડલી ભાગ્ય’, ‘ગુડ્ડન તુમ્સે ના હો પાયેગા’, ‘તુમસે હૈ રાબ્તા’ અને ‘કુરબાન હુવા’ના નવા એપિસોડ ૧૩ જુલાઈથી શરૂ કરવામાં આવશે. લૉકડાઉનને કારણે આ તમામ એપિસોડનું શૂટિંગ બંધ થઈ ગયું હતું અને ચૅનલ દ્વારા જૂના શો અને સિરિયલો રજૂ કરવાની ફરજ પડી હતી. જોકે સરકાર દ્વારા નવી ગાઇડલાઇન હેઠળ આ તમામ શોનું શૂટિંગ ફરીથી શરૂ કરવામાં આવી રહ્યું છે. આ વિશે ‘કુમકુમ ભાગ્ય’ની શ્રુતિ ઝાએ કહ્યું કે ‘આ શોમાં પ્રાચી અને રણબીરની સ્ટોરીમાં મેજર ટર્નિંગ પૉઇન્ટ આવી રહ્યો છે. તેમના સાઇલન્સને કારણે તેઓ અલગ થઈ શકે છે, પરંતુ એકબીજા પ્રત્યેનો પ્રેમ તેઓ ઉજાગર કરે તો નવો રોમૅન્સ પણ શરૂ થઈ શકે છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK