Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ‘લક્ષ્મી સદૈવ મંગલમ’માં થશે નવા પાત્રની એન્ટ્રી

‘લક્ષ્મી સદૈવ મંગલમ’માં થશે નવા પાત્રની એન્ટ્રી

02 March, 2020 06:00 PM IST | Mumbai
Rachana Joshi | rachana.joshi@mid-day.com

‘લક્ષ્મી સદૈવ મંગલમ’માં થશે નવા પાત્રની એન્ટ્રી

ધ્યેય મહેતા

ધ્યેય મહેતા


કલર્સ ગુજરાતીની લોકપ્રિય સિરીયલ ‘લક્ષ્મી સદૈવ મંગલમ’માં નવો ટ્વિસ્ટ આવવાનો છે. લાંબા સમયથી લોકોની પ્રિય બનેલી આ સિરીયલમાં એક નવા પાત્રની એન્ટ્રી થવાની છે.આ પાત્રની એન્ટ્રી સાથે જ સિરીયલની સ્ટોરીમાં પણ નવો ટ્વિસ્ટ આવશે. નવા પાત્રમાં અમદાવાદી છોકરો ધ્યેય મહેતા જોવા મળશે.

ધ્યેય મુખ્ય પાત્ર શ્રુતિના જીવનમાં પ્રવેશશે. તે કવિશ નામનું પાત્ર ભજવશે. તેના પાત્રની એન્ટ્રીના કારણે સિરીયલના મુખ્ય પાત્રો પર પણ અસર પડશે અને સ્ટોરીમાં એક નવો જ વળાંક આવશે. કવિશનું પાત્ર ખૂબ જ જૉલી અને વાઈબ્રન્ટ છે, એમ ધ્યેય મહેતાએ જણાવ્યુ હતું. ચંદર બહલ ‘લક્ષ્મી સદૈવ મંગલમ’ ને ડિરેક્ટડ કરી રહ્યા છે અને પ્રોડક્શન હાઉસ 'ઓશિન એન્ટરટેઈનમેન્ટ'ના બેનર હેઠળ અશ્વિની ગડુ સિરિયલને પ્રોડ્યુસ કરી રહ્યા છે.



ઉલ્લેખનીય છે કે ધ્યેય મહેતા આ પહેલા પણ કલર્સ ગુજરાતીની સિરીયલ 'દિકરી વ્હાલનો દરિયો' અને 'સૂરી – સપનાની સવાર'માં કામ કરી ચૂક્યા છે. તદઉપરાંત ધ્યેય 'લાલ ઈશ્ક', 'અકબર – રખ્ત સે તખ્ત તક', 'કુછ રંગ પ્યાર કે એસે ભી', 'સાવધાન ઈન્ડિયા', 'ક્રાઈમ એલર્ટ', 'ખાકી', 'ખિડકી', 'ઉમ્મીદ નઈ સુબહ કી' જેવી અનેક સિરીયલ્સમાં પણ અભિનય કરી ચૂક્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

02 March, 2020 06:00 PM IST | Mumbai | Rachana Joshi

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK