Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > સબ ટીવી પર પિતા પુત્રને કહેશે 'તેરા યાર હૂં મૈં'

સબ ટીવી પર પિતા પુત્રને કહેશે 'તેરા યાર હૂં મૈં'

20 April, 2020 07:46 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સબ ટીવી પર પિતા પુત્રને કહેશે 'તેરા યાર હૂં મૈં'

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર


કૉમેડી સાથે રસપ્રદ વાર્તાના માધ્યમથી દર્શકોનું મનોરંજન કરવું એ સબ ટીવીની ખાસિયત છે. આ ચૅનલ ટૂંક સમયમાં ‘તેરા યાર હૂં મૈં’ નામનો શો લૉન્ચ કરવાની છે જેમાં ફૅમિલી સાથે ફ્રેન્ડશિપનું મહત્ત્વ સમજાવવામાં આવશે અને સંબંધોને દોસ્તીનું સ્વરૂપ આપવાની વાત હશે. એવું કહેવાય છે કે તમે ફૅમિલી પસંદ નથી કરી શકતા, પણ મિત્રો પસંદ કરી શકો છો, પરંતુ જો ફૅમિલીમાં જ તમને સાચો મિત્રો મળી રહે તો? જયપુરનું બૅકડ્રૉપ ધરાવતી સિરિયલ ‘તેરા યાર હૂં મૈં’ની વાર્તા પિતા-પુત્રની મૈત્રી આસપાસ ફરશે. પિતા પોતાના પુત્રને ‘ફ્રેન્ડશિપ’નું આમંત્રણ મોકલે છે, પણ દીકરો એને સ્વીકારતો નથી. તેમનો આ સંબંધ મૈત્રીમાં કેવી રીતે પરિણમે છે એ જોવું રસપ્રદ રહેશે.  સબ ટીવીએ પ્રોમો શૅર કરતાં લખ્યું કે ‘ક્યા આપકે પાપાને આપકો કભી કહા હૈ તેરા યાર હૂં મૈં?’ જોકે હાલમાં તો શોનો ફક્ત ઍનિમેટેડ પ્રોમો શૅર કરવામાં આવ્યો છે અને એનું શૂટિંગ પણ લૉકડાઉન પૂરું થયા બાદ જ શક્ય બનશે એથી જૂન-જુલાઈમાં આ શો જોવા મળે એવી શક્યતા છે.


Whatsapp-channel Whatsapp-channel

20 April, 2020 07:46 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK