અમિત સાધે જણાવ્યું છે કે તેણે કદી પણ ઘર કે કાર ખરીદવા માટે ફિલ્મોમાં કામ નથી કર્યું. તેનું એવું પણ કહેવું છે કે એવા કોઈ પ્રોજેક્ટ્સમાં કામ નથી કર્યું જેમાં કામ કર્યા બાદ પસતાવો થાય. તેણે ‘સુલતાન’, ‘સુપર 30’, ‘ગોલ્ડ’ અને ‘શકુંતલા દેવી’માં કામ કર્યું છે. આટલાં વર્ષોમાં તેણે પોતાની ઍક્ટિંગથી લોકોનાં દિલોમાં સ્થાન જમાવ્યુ છે. સારા પ્રોજેક્ટ્સની રાહ જોવાની વાત કરતાં અમિત સાધે કહ્યું હતું કે ‘હું સામાન્ય રીતે પ્રોજેક્ટ માટે ૬ મહિના રાહ જોઉં છું. જોકે એવામાં તો લોકો પાસે પાંચ ફિલ્મો હોય છે. હું કદી પણ ઘર કે કાર ખરીદવા માટે ફિલ્મ નહીં કરું એમ કહીને હું કોઈની નિંદા નથી કરી રહ્યો. આ તો મારા વિચાર છે. તમારી ઇચ્છા પ્રમાણે તમે કોઈ પણ ફિલ્મો બનાવી શકો છો, પરંતુ ફિલ્મ રિલીઝ થાય તો તમારે શરમાવું પડે એવું ન થવું જોઈએ. જો હું ખરાબ ફિલ્મ કરું તો મને તો એને પ્રમોટ કરતાં પણ શરમ આવશે. લોકો મને જ સવાલ પૂછશે. મારી ક્રેડિબિલિટીને મેં બનાવી છે એનો જવાબ મારે આપવાનો રહેશે. હું એવી ફિલ્મ નથી કરવા માગતો કે જેને કર્યા બાદ મારે મારો ચહેરો છુપાવવો પડે.’
રૉનિત સર સાથે ઇન્ટરેસ્ટિંગ સ્ટોરીમાં કામ કરવાનો અનુભવ સારો રહ્યો છે: અમિત સાધ
6th March, 2021 15:02 ISTસુશાંત સિંહ સાથે ફરી કામ કરવા ઇચ્છે છે અમિત સાધ
22nd January, 2021 16:09 ISTઅમિત સાધનો ખુલાસો, ઇન્ડસ્ટ્રીમાં સોનુ સૂદે આપ્યો પહેલો બ્રેક
28th December, 2020 17:28 ISTબહુ થયા ગંભીર રોલ, હવે કૉમેડી કરવી છે: અમિત સાધ
15th December, 2020 15:30 IST