Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કદી નહોતું વિચાર્યું કે કુકિંગમાં મને મજા આવશે : નિતેશ તિવારી

કદી નહોતું વિચાર્યું કે કુકિંગમાં મને મજા આવશે : નિતેશ તિવારી

26 May, 2020 09:29 PM IST | Mumbai Desk
Agencies

કદી નહોતું વિચાર્યું કે કુકિંગમાં મને મજા આવશે : નિતેશ તિવારી

નિતેશ તિવારી

નિતેશ તિવારી


‘દંગલ’નાં ડિરેક્ટર નિતેશ તિવારીએ જણાવ્યું છે કે તેમણે કદી પણ એમ નહોતું વિચાર્યું કે તેમને રસોઈ બનાવવામાં આનંદ મળશે. હાલમાં લૉકડાઉનને કારણે લોકોને પોતાના શોખ પૂરા કરવાની તક મળી રહી છે. સાથે જ નવી-નવી ઍક્ટિવિટીઝ કરીને પોતાના દિલને ખુશ રાખી રહ્યા છે. કુકિંગ વિશે જણાવતાં નિતેશે કહ્યું હતું કે ‘હું કુકિંગ શીખ્યો છું. પહેલાં તો એ જરૂરિયાત હતી. હવે એ આનંદનો એક ભાગ બની ગયો છે. મેં કદી પણ નહોતું વિચાર્યું કે મારાં બાળકો પણ મારા બનાવેલા ફૂડમાં ખામી નહીં કાઢે. ખરું કહું તો તેમને પણ ખૂબ ભાવે છે. કુકિંગ મને આટલો આનંદ આપશે એ વિશે ખ્યાલ નહોતો. હવે મને જાણ થઈ છે કે માને ત્યારે આનંદ મળે છે જ્યારે તેના હાથે બનાવેલું ભોજન તેનાં બાળકો જમે છે. હું પણ આજે એ જ અનુભૂતિ કરી રહ્યો છું. એથી મેં નવી-નવી ડિશિસ શીખવાનું પણ શરૂ કર્યું છે. મીઠાઈ બનાવવાનું પણ શીખ્યો છું. પહેલાં તો હું માત્ર મૅગી જ બનાવતો હતો. જોકે હવે તો હું વિવિધ ડિશિસ બનાવવા લાગ્યો છું. હું એને મારી વિશેષતાના લિસ્ટમાં પણ ઉમેરીશ.’


Whatsapp-channel Whatsapp-channel

26 May, 2020 09:29 PM IST | Mumbai Desk | Agencies

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK