Bigg Boss 14:બિગ બૉસમાં સિદ્ધાર્થ શુક્લાએ કરી એ હરકત,શૉ બૉયકૉટની થઈ માગ

Published: 8th October, 2020 19:17 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

બિગ બૉસના નવા પ્રોમોને જોઇને સોશિયલ મીડિયા યૂઝર્સમાં ગુસ્સો છવાયેલો છે અને લોકો બિગ બૉસની 14મી સીઝન બૉયકૉટ કરવાની માગ કરી રહ્યા છે.

Bigg Boss 14:બિગ બૉસમાં સિદ્ધાર્થ શુક્લાએ કરી એ હરકત,શૉ બૉયકૉટની થઈ માગ
Bigg Boss 14:બિગ બૉસમાં સિદ્ધાર્થ શુક્લાએ કરી એ હરકત,શૉ બૉયકૉટની થઈ માગ

ટેલીવિઝન રિયાલિટી શૉ (Television Reality Show) 'બિગ બૉસ (Bigg Boss)'ની 14મી સીઝન શરૂ થવાની સાથે જ વિવાદોમાં સંપડાઇ ગઈ છે. તાજેતરમાં જ કલર્સ ચેનલ (Colors Chennal)ના ઑફિશિયલ ટ્વિટર હેન્ડલ (Official Twitter Handle)પર બિગ બૉસ (Bigg Boss)નો એક પ્રોમો (Promo Video) શૅર કરવામાં આવ્યો છે, જેમાં રૂબીના દિલૈક, નિક્કી તમ્બોલી, જાસ્મિન ભસીન અને પવિત્રા પુનિયાને સિદ્ધાર્થ શુક્લાને ઇમ્પ્રેસ કરવાનો ટાસ્ક આપવામાં આવ્યો છે. આ પહેલા બુધવારના એપિસોડમાં સિદ્ધાર્થ શુક્લાને ટેટૂ આર્ટિસ્ટ અને છોકરીઓને તેની કસ્ટમર્સ બતાવવામાં આવી હતી.

શૉનો પ્રોમો સામે આવ્યા પછી સોશિયલ મીડિયા યૂઝર્સમાં ગુસ્સો છે અને લોકો બિગ બૉસની 14મી સીઝન બૉયકૉટ કરવાની માગ કરી રહ્યા છે. શૉનો પ્રોમો સામે આવ્યા પછી ટ્વિટર પર #BoycottBB14 ટ્રેન્ડ થવા લાગ્યું અને લોકો આને સતત વલ્ગર અને બકવાસ કહી રહ્યા છે.

બિગ બૉસના પ્રોમોમાં શું છે?
પ્રોમોમાં સિદ્ધાર્થ શુક્લાને એક બાઇક પર બેઠેલો બતાવાવમાં આવ્યો છે, તે પોતાની ઉપર પાણી અને ગંદકી નાખે છે. પ્રોમોમાં છોકરીઓને આ ગંદકી સાફ કરતી બતાવવામાં આવી છે. વીડિયો લોકોને ગમ્યો નથી અને તેમનું કહેવું છે કે આ અશ્લીલતાને પ્રોત્સાહન આપે છે.

યૂઝર્સે કહ્યું આ...
એક યૂઝરે લખ્યું, "આ યોગ્ય સમય છે કે બિગ બૉસમો બહિષ્કાર કરવામાં આવે. બિગ બૉસ 13માં હિંસાનો મહિમાગાવામાં આવ્યો અને આ સીઝનમાં બિગ બૉસ અશ્લીલતાને પ્રોત્સાહન આપે છે. બિગ બૉસ તમને નથી લાગતું કે સારા કોન્ટેન્ટને પ્રોત્સાહન આપવું તમારી જવાબદારી છે? ખાસ કરીને ત્યારે જ્યારે દર્શકોનો મોટો ભાગ શૉ જોઇ રહ્યો છે."

અન્ય યૂઝરે ટ્વીટ કરીને કહ્યું છે કે, "કલર્સની ટીમ અમે દરરોજ આટલા બળાત્કારના મામલાના ગવાહ બની રહ્યા છીએ અને આ એ જ છે જેને તમે પ્રોત્સાહન આપી રહ્યા છો? એક ટાસ્ક માટે અશ્લીલતા બતાવી રહ્યા છો. સમય છે કે આમાં આના વિરુદ્ધ ખૂબ જ વધારે અવાજ ઉઠાવવો જોઇએ અને #BoycottBB14."

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK