સ્ટૂડન્ટ ઑફ ધ યર 2 ટ્રેલરની સોશિયલ મીડિયા પર થઈ રહી છે મજાક, વાયરલ થયા ફની મીમ્સ

મુંબઈ | Apr 13, 2019, 13:20 IST

સ્ટૂડન્ટ ઑફ ધ યર ટુના ટ્રેલરને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યા છે. કેટલાક લોકો આ ટ્રેલરને પસંદ કરી રહ્યા છે. પરંતુ તેના નામે મીમ્સ પણ ઘણા બધા વાયરલ થઈ રહ્યા છે.

સ્ટૂડન્ટ ઑફ ધ યર 2 ટ્રેલરની સોશિયલ મીડિયા પર થઈ રહી છે મજાક, વાયરલ થયા ફની મીમ્સ
સ્ટૂડન્ટ ઑફ ધ યર 2 પર ફની મીમ્સ વાયરલ

કરણ જોહરની ફિલ્મ સ્ટૂડન્ટ ઑફ ધ યર ટૂનું ટ્રેલર રિલઝ થઈ ગયું છે. ફિલ્મમાં ટાઈગર શ્રૉફ, અનન્યા પાંડે, અને તારા સુતરિયા લીડ રોલમાં નજર આવશે. અનન્યા અને તારા આ ફિલ્મ સાથે બોલીવુડમાં ડેબ્યૂ કરી રહી છે. કરણને આ ફિલ્મથી ખૂબ જ આશાઓ છે. પરંતુ આ ટ્રેલરને લોકો જેટલું પસંદ નથી કરી રહ્યા તેના કરતા વધારે મજાક બનાવી રહ્યા છે.

#Soty2 કરી રહ્યું છે ટ્રેન્ડ
2012માં આવેલી સ્ટૂડન્ટ ઑફ ધ યર જેટલી લોકોને પસંદ આવી હતી, એટલો જ આ ફિલ્મનો મજાક ઉડી રહ્યો છે. ટ્રેલર રિલીઝ થયાના કેટલાક કલાકોમાં જ સોશિયલ મીડિયા પર મીમ્મ વાયરલ થયા છે. લોકો ટ્વિટર પર #Soty2 સાથે ટ્રેલરનો મજાક ઉડાવી રહ્યા છે. કેટલાક મીમ્સ અને ટ્વીટ તો એવા છે કે તમને પણ હસવું આવશે.

વાંચો, શું કરી રહ્યા છે યૂઝર્સ
અંકુર દાસ નામના યૂઝરે લખ્યું કે, આ કદાચ આખા વર્ષનું સૌથી ખરાબ ટ્રેલર છે. કૉલેજમાં કિસ, એક્શન, રોમાંસ બધુ જ થઈ રહ્યું છે પરંતુ ભણતર નહીં. આ ટ્રેલર માટે વાહિયાત શબ્દનો પ્રયોગ કરવો જ યોગ્ય છે. ત્યાં જ વધુ એક યૂઝરે 3 ઈડિયટ્સનો એક સીન શેર કરતા લખ્યું કે, 'સ્ટૂડન્ટ ઑફ ધ યર 2'નું ટ્રેલર જોયા બાદ મારું મગજ થિએટરમાં ફિલ્મ જોવા મામલે કહી રહ્યું છે કે, હૈ હિમ્મત? આએગા?. હદ તો ત્યારે થઈ જ્યારે યૂઝર્સ મજાક કરવામાં હોલીવુડ સુધી પહોંચી ગયા અને તેની તુલના માર્વેલ સાથે કરવા લાગ્યા.

આ પણ વાંચોઃ Student of the year 2:રોમાન્સ સાથે એક્શનનો નવો સિલેબસ, ટ્રેલર રિલીઝ

સ્ટૂડન્ટ ઑફ ધ યર 2 ફિલ્મ સ્ટૂડન્ટ ઑફ ધ યરની સિક્વલ છે. 2012માં આવેલી આ ફિલ્મમાં સિદ્ધાર્થ, આલિયા અને વરૂણ હતા. ફિલ્મ હિટ સાબિત થઈ હતી. જેનો બીજો ભાગ 10મે એ રિલીઝ થવાનો છે. જોવાનું એ રહેશે કે ટાઈગર, અનન્યા અને તારા લોકોની આશાઓ પર ખરા ઉતરે છે કે નહીં.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK