નેટફ્લિક્સની ત્રિભંગામાં રસપ્રદ સ્ટારકાસ્ટનો જમાવડો

Published: Nov 15, 2019, 11:00 IST | Mumbai

રેણુકા શહાણે દિગ્દર્શિત અને અજય દેવગન નિર્મિત આ વેબ-સિરીઝમાં કાજોલ, મિથિલા પાલકર અને તન્વી આઝમી ઉપરાંત બે ટૅલન્ટેડ કલાકારોની એન્ટ્રી.

અજય અને કાજોલ
અજય અને કાજોલ

ઑનલાઇન સ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મ ‘નેટફ્લિક્સ’ માટે રેણુકા શહાણેના નિર્દેશનમાં બની રહેલી સિરીઝ ‘ત્રિભંગા’ની સ્ટારકાસ્ટ વધુ ને વધુ રોચક થઈ રહી છે.
એક જ ઘરમાં રહેતી ત્રણ જુદી-જુદી જનરેશનની સ્ત્રીઓની વાત કરતી ‘ત્રિભંગા’ વેબ-સિરીઝ દ્વારા જાણીતી અભિનેત્રી કાજોલ વેબ-વર્લ્ડમાં ડેબ્યુ કરી રહી છે. તેની સાથે દિગ્ગજ અભિનેત્રી તન્વી આઝમી અને ડિજિટલ દુનિયાની જાણીતી અભિનેત્રી મિથિલા પાલકર છે. અભિનેતા અજય દેવગન ‘ત્રિભંગા’નો કો-પ્રોડ્યુસર છે. હવે આ કાસ્ટમાં ‘દિલ્લી બેલી’, ‘નૌટંકી સાલા’ સહિતની ફિલ્મો અને TVFની વેબ-સિરીઝ ‘TVF ટ્રિપલિંગ’માં દેખાયેલો કુણાલ રૉય કપૂર તથા છેલ્લે અક્ષય ખન્ના અભિનીત ‘સેક્શન ૩૭૫’માં દેખાયેલો નિશાંક શર્મા પણ જોડાયો છે.  ૧૯૮૦થી અત્યાર સુધીનો સમયગાળો આ સિરીઝમાં વણી લેવામાં આવશે. ‘હમ આપ હૈં કૌન’માં માધુરી દીક્ષિતની મોટી બહેન તરીકે ઘર-ઘર જાણીતી રેણુકા શહાણેએ જ ‘ત્રિભંગા’ની સ્ક્રિપ્ટ લખી છે. હાલમાં એનું શૂટિંગ ચાલી રહ્યું છે.  
નિશાંક શર્માએ ઍમેઝૉન પ્રાઇમની ‘ગોરમિન્ટ’ અને વૂટની ઓરિજિનલ  ‘અસૂરા’નું શૂટિંગ કર્યું છે તથા એ અક્ષયકુમારની ‘ગોલ્ડ’ અને ડાઇસ મીડિયાની સિરીઝ ‘વૉટ ધ ફૉક્સ’માં દેખાયો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK