Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > 2018માં નેટફ્લિક્સ પર આવેલી સાઉથ કોરિયન સિરીઝમાં કોરોનાની ચેતવણી હતી

2018માં નેટફ્લિક્સ પર આવેલી સાઉથ કોરિયન સિરીઝમાં કોરોનાની ચેતવણી હતી

27 March, 2020 02:43 PM IST | Ahmedabad
Nirali Dave

2018માં નેટફ્લિક્સ પર આવેલી સાઉથ કોરિયન સિરીઝમાં કોરોનાની ચેતવણી હતી

‘માય સિક્રેટ ટેરીઅસ’

‘માય સિક્રેટ ટેરીઅસ’


આજે આખું વિશ્વ કોરોના વાઇરસ સામે લડી રહ્યું છે. ટીવી અને પ્રિન્ટ મીડિયાના સમાચારો ઉપરાંત સોશિયલ મીડિયા સહિત તમામ જગ્યાએ તેની ચર્ચાઓ થઈ રહી છે. ‘કોરોના’નું નામ સાંભળતાવેંત કાન સરવા થઈ જાય છે. અગાઉ પ્લેગ, સ્વાઇન ફ્લૂ, ઇન્ફ્લુએન્ઝા સહિતની વાઇરસ (રોગ)ની મારામારી દર્શાવતી ફિલ્મો લોકો જોવા લાગ્યા છે, એવામાં ઓટીટી પ્લેટફૉર્મ નેટફ્લિક્સ પર ૨૦૧૮માં અપલોડ થયેલી સાઉથ કોરિયન સિરીઝ ‘માય સિક્રેટ ટેરીઅસ’એ ચર્ચા જગાવી છે.

૨૦૧૮માં બનેલી ટીવી સિરીઝ ‘માય સિક્રેટ ટેરીઅસ’ માં કોરિયાના જાણીતા અભિનેતા સો જી-સબે સિક્રેટ એજન્ટની ભૂમિકા ભજવી છે. વાત એમ છે કે, નેટફ્લિક્સ પર અવેલેબેલ આ સિરીઝના ૧૦મા એપિસોડની ૫૩મી મિનિટે કોરોના વાઇરસનો ઉલ્લેખ આવે છે! ફિલ્મનું મુખ્ય પાત્ર બીજાને માનવસર્જિત વાઇરસને લઈને વૉર્ન કરે છે. ત્યાર પછી ડૉક્ટર વિસ્તારમાં જણાવે છે કે, ‘માર્સ અને સાર્સ એ કૉમન ફ્લુ છે, પરંતુ કોરોના ઘાતક છે. તે સીધી માનવની રેસ્પિરેટરી સિસ્ટમ (શ્વાસનતંત્ર)ને ટાર્ગેટ કરે છે. ૨૦૧૫માં સર્જાયેલી માર્સ મારામારી વચ્ચે મૃત્યુદર ૨૦ ટકા હતો પરંતુ કોરોનામાં તે દર ૯૦ ટકા થવાની શક્યતા છે, માટે તેનો વેપન તરીકે ઉપયોગ પણ થઈ શકે. અને આ વાયરસ બેથી ૧૪ દિવસની અંદર લક્ષણો બતાવવાના શરૂ કરે છે અને ત્યાં સુધી ફેફસાને નુકસાન પહોંચાડવાનું શરૂ કરી દે છે.’

સામેનું પાત્ર ડૉક્ટરને પૂછે છે કે, ‘કોરોનાની વેક્સિન છે?’ ડૉક્ટર કહે છે, ‘અત્યારે અવેલેબલ નથી અને તેની રસી બનાવવી પણ અઘરી છે.’



વેલ, આ સીન જોતી વખતે આપણી આસપાસ અત્યારે ઘટી રહેલી ઘટનાઓ દોહરાવાતી હોય તેવું લાગે. સાઉથ કોરિયાની ‘એમસીબી’ ટીવી ચેનલ પર આવેલી આ સિરીઝના ૩૨ એપિસોડ્સ છે.


Whatsapp-channel Whatsapp-channel

27 March, 2020 02:43 PM IST | Ahmedabad | Nirali Dave

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK