અરેન્જ્ડ મૅરેજને કેન્દ્રમાં રાખીને નેટફ્લિક્સ પર અગાઉ ‘ઇન્ડિયન મૅચમેકિંગ’ નામનો શો આવ્યો હતો. આ શોમાં જાણીતાં મૅચમેકર સીમા ટાપરિયા કઈ રીતે લગ્નવાંચ્છુક યુવક-યુવતીઓનાં અરૅન્જ્ડ મૅરેજ કરાવે છે એની વાત હતી. જોકે આ શોને ભારતમાં મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. હવે નેટફ્લિક્સ ‘ધ બિગ ડે’ સિરીઝ દ્વારા બિગ ફૅટ ઇન્ડિયન વેડિંગ સેલિબ્રેટ કરવા જઈ રહ્યું છે. વેડિંગ પ્લાનિંગ, ઝાકઝમાળ, રીતિરિવાજો, ડાન્સ, સેલિબ્રેશન ભારતીય લગ્નોની ઓળખ છે ત્યારે વૅલેન્ટાઇન્સ ડે પર રિલીઝ થનારી સિરીઝ ‘ધ બિગ ડે’માં પણ આ વાત જોવા મળશે.
‘ધ બિગ ડે’ માટે છ કપલને પસંદ કરવામાં આવ્યાં છે. તેમનાં લગ્ન માટેનું પ્લાનિંગ, તૈયારી, અનુભવો સહિત આખી ઇવેન્ટને કવર કરવામાં આવશે એટલે કે દરેકની ડ્રીમ વેડિંગ સ્ટોરી રજૂ થશે. સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ ડૅનિયલ બોવરની સ્ટોરી પણ આ શોમાં જોવા મળશે જેણે બૉયફ્રેન્ડ ટાયરન બ્રગેન્ઝા સાથે ૨૦૧૯માં લગ્ન કર્યાં હતાં. આ વેડિંગ સિરીઝ દ્વારા દર્શકોને વર્ચ્યુઅલી મલ્ટિ-બિલ્યન ડૉલરની વેડિંગ ઇન્ડસ્ટ્રીનો ભાગ બનવાની તક મળશે એમ કહીએ તો ચાલે!
હવે હસવા થઈ જાઓ તૈયાર, 'તારક મહેતા' શૉમાં આ એક્ટ્રેસ બનશે દયાબેન
27th February, 2021 11:34 ISTBigg Boss 14: વિજેતા બનતાં જ રુબિનાએ કર્યો પતિ સાથે લોકગીત પર ડાન્સ
27th February, 2021 10:41 ISTદર્શકો પસંદ કરી રહ્યા છે આ ટૉપ 5 શૉઝ, આ સીરિયલે મારી બાજી
26th February, 2021 16:39 ISTસોશ્યલ મીડિયાને લીધે ટૅલન્ટને ઓળખ મળી હોવાનું માને છે સિંગર આકૃતિ કક્કર
26th February, 2021 14:18 IST