Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > નીલ નીતિન મુકેશ કરશે વેબ-સિરીઝ

નીલ નીતિન મુકેશ કરશે વેબ-સિરીઝ

02 March, 2020 02:05 PM IST | Rajkot

નીલ નીતિન મુકેશ કરશે વેબ-સિરીઝ

નીલ નીતિન મુકેશ કરશે વેબ-સિરીઝ


ડિજિટલ પ્લૅટફૉર્મે અનેકની કરીઅરને ભગાવવાનું કામ કરી દીધું તો અનેકને નવો બ્રેક આપવાનું કામ પણ કરી લીધું છે. આ બન્ને કૅટેગરીમાં નીલ નીતિન મુકેશ અને ઇશા કોપીકરનાં નામો આવે છે. નીલ નીતિન મુકેશની કરીઅરને ઝી ડિજિટલ પ્લૅટફૉર્મ પર બ્રેક મળ્યો છે તો ઇશા કોપીકરની અટકી ગયેલી કરીઅરને ડિજિટલ પ્લૅટફૉર્મે દોડતી કરી દીધી છે. આ બન્ને ઍક્ટરોને ઝી ડિજિટલ દ્વારા સાઇન કરવામાં આવ્યા છે. આ વેબ-સિરીઝ પ્રવાલ રમણ ડિરેક્ટ કરશે. નીલ નીતિન મુકેશે કહ્યું હતું કે ‘સ્ક્રીપ્ટ જબરદસ્ત એક્સાઇટિંગ છે. ઉંદર-બિલાડીનો ખેલ એમાં દેખાય છે અને એ જ એની બ્યુટી છે.’

આ વેબ-સિરીઝમાં નીલ એક એવી વ્યક્તિનું કૅરેક્ટર કરે છે જેના પર કિડનૅપિંગનો આરોપ છે અને નીલને એના વિશે કશી ખબર નથી. જોકે એ પછી પણ બધા પ્રૂફ નીલની વિરુદ્ધના છે.



નીલ આ વેબ-સિરીઝથી ડિજિટલ વર્લ્ડમાં ડેબ્યુ કરશે તો ઇશા કોપીકર ‘ફિક્સર’ પછી ફરી વેબ-સિરીઝમાં દેખાશે.


Whatsapp-channel Whatsapp-channel

02 March, 2020 02:05 PM IST | Rajkot

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK