અનિતાભાભી યાદ છેને? મિસિસ વિભૂતિ અને પાડોશી એવા તિવારીજીની ફેવરિટ એવી અનિતાભાભીનું રિપ્લેસમેન્ટ શોધવાનું કામ ઍન્ડ ટીવીના શો ‘ભાભીજી ઘર પર હૈં!’ માટે લાંબા સમયથી ચાલતું હતું પણ હવે ફાઇનલી અનિતાભાભી મળી ગયાં છે. આ કૅરૅક્ટર હવે નેહા પેંડસે કરશે. અનિતાભાભી અને વિભૂતિની કેમિસ્ટ્રી ઉપરાંત આ ઍક્ટ્રેસ એવી પણ શોધવાની હતી જેની પાછળ મનમોહન તિવારી લટ્ટુ હોય એ સ્પષ્ટ દેખાય તો અંગૂરીભાભી સાથે પણ તેનું ટ્યુનિંગ જામે એવું પણ સ્વાભાવિક રીતે દેખાય. લગભગ સો જેટલી ઍક્ટ્રેસનાં અલગ-અલગ ઑડિશન અને મીટિંગ પછી અનિતાભાભી તરીકે નેહા પેંડસે ફાઇનલ થઈ. નેહા કહે છે, ‘આ કૅરૅક્ટર લોકોએ ખૂબ પસંદ કર્યું છે ત્યારે નૅચરલી તમારા પર એનો ભાર હોય તો લોકો તમને સ્વીકારશે કે નહીં એનું પણ તમને ટેન્શન હોય. મને પણ છે, પણ મને ખાતરી છે કે હું આ કામ બેસ્ટ રીતે કરીશ.’
છ વર્ષથી ચાલતા આ શોને નવા લેવલ પર લઈ જવાનું કામ પણ હવે થવાનું છે. નવી અનિતાભાભી આવ્યા પછી શોના આવતા એપિસોડમાં અનિતાભાભીને ધ્યાનમાં રાખીને વાર્તા લાવવામાં આવશે.
‘ભાભીજી ઘર પર હૈં!’માં આ અગાઉ અંગૂરીભાભીનું રિપ્લેસમેન્ટ આવ્યું હતું અને શિલ્પા શિંદેએ શો છોડ્યો હતો.
Bigg Boss 14ની 24 વર્ષીય ટેલેન્ટ મેનેજરનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ
16th January, 2021 16:21 ISTમીડિયમ્સ કરતાં પણ કન્ટેન્ટને વધુ મહત્ત્વ આપે છે સુધાંશુ પાન્ડે
15th January, 2021 09:07 ISTઉત્કર્ષા નાઈકે લોકોની ટૅલન્ટને મંચ આપવા માટે નાનકડું થિયેટર શરૂ કર્યું છે
15th January, 2021 09:02 ISTપંડ્યા સ્ટોરનું શૂટિંગ સોમનાથમાં શરૂ
15th January, 2021 08:54 IST