બૅન્કમાંથી રૂ5000ની લોન લઇને આવ્યો પ્રતિસ્પર્ધિ, નેહાએ આપ્યો લાખનો ચૅક

Published: 26th November, 2020 16:44 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

ઑડિશન્સ રાઉન્ડમાં જયપુરથી કોન્ટેસ્ટન્ટ શહઝાદ અલી પહોંચ્યા, જેની સ્ટોરી સાંભળીને નેહા કક્કર ભાવુક થઈ ગઈ.

નેહા કક્કર
નેહા કક્કર

ટીવી પર સિંગિંગ રિયાલિટી શૉ 'ઇન્ડિયન આઇડલ' શરૂ થવા જઈ રહ્યો છે. આ વખતે પણ નેહા કક્કર જજની ભૂમિકામાં જોવા મળશે. ઑડિશન્સ રાઉન્ડમાં જયપુરથી કોન્ટેસ્ટન્ટ શહઝાદ અલી પહોંચ્યા, જેની સ્ટોરી સાંભળીને નેહા કક્કર ભાવુક થઈ ગઈ.

હકીકતે, સોની ચેનલે એક એપિસોડનો વીડિયો શૅર કર્યો છે. વીડિયોમાં જયપુરના કોન્ટેસ્ટન્ટ શહઝાદ અલી પોતાની પર્સનલ લાઇફ સાથે જોડાયેલી કેટલીક વાતો કહી છે. તે કહે છે કે તે એક કપડાંની દુકાનમાં કામ કરે છે. બાળપણમાં જ માતાનું દેહાંત થઈ ગયું હતું, જેના પછી તે નાની સાથે રહ્યો. શહઝાદ જણાવે છે કે, 'ઇન્ડિયન આઇડલ'ના ઑડિશન્સ સુધી પહોંચવા માટે શહઝાદની નાનીએ બેન્ક પાસેથી પાંચ હજાર રૂપિયાની લોન લીધી.

શહઝાદ અલીની આર્થિક મુશ્કેલીઓ વિશે સાંભળીને નેહા કક્કર ઇમોશનલ થઈ જાય છે અને તેને એક લાખ રૂપિયાનું ચૅક આપે છે સાથે જ બીજા જજ વિશાલ દદલાની પણ તેને ભેટ આપે છે. અને વાયદો કરે છે કે તેને કોઇક સારા ગુરૂને મળાવશે, જેની પાસેથી તેને સારી ટ્રેનિંગ મળી શકે.

જણાવવાનું કે પૉપ્યુલર રિયાલિટી શૉ 'ઇન્ડિયન આઇડલ' 28 નવેમ્બરથી રાતે 8 વાગ્યાથી શરૂ થઈ રહ્યો છે. આ શૉ શનિવાર અને રવિવારે ટેલિકાસ્ટ કરવામાં આવશે.

જણાવવાનું કે નેહા કક્કર છેલ્લા એક મહિનાથી ચર્ચામાં છવાયેલી છે. પહેલા લગ્ન પછી હનીમૂન તસવીરો અને વીડિયોઝને લઈને ચર્ચિત હતી તાજેતરમાં જ તે દુબઈથી પાછી આવી છે અને લગ્નને એક મહિનો પૂરો થવાનું સેલિબ્રેશન તેણે રોહનપ્રીત સિંહ સાથે કર્યો છે. બન્નેએ એકબીજા માટે રોમાન્ટિક પોસ્ટ શૅર કરી હતી જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK