Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > નેહા કક્કરે રોહનપ્રીત સિંહ સાથેની રિલેશનશીપને સ્વીકારી

નેહા કક્કરે રોહનપ્રીત સિંહ સાથેની રિલેશનશીપને સ્વીકારી

09 October, 2020 03:21 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

નેહા કક્કરે રોહનપ્રીત સિંહ સાથેની રિલેશનશીપને સ્વીકારી

તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ

તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ


ગાયિકા નેહા કક્કર (Neha Kakkar) 24 ઓક્ટોબરે 'ઇન્ડિયાઝ રાઈઝિંગ સ્ટાર' ફૅમ રોહનપ્રીત સિંહ (Rohanpreet Singh) સાથે લગ્ન બંધનમાં બંધાવવાની છે એવી ચર્ચાઓએ જોર પકડયું છે. આ ચર્ચાઓ દરમિયાન નેહા કક્કરે રોહનપ્રીત સિંહ સાતે સંબંધોનો ઈન્સ્ટાગ્રામ પર તસવીર શૅર કરીને સ્વીકાર કર્યો છે. ગાયિકાએ ઈન્સ્ટાગ્રામ પર શૅર કરેલી તસવીર સોશ્યલ મીડિયા પર બહુ વાયરલ થઈ છે.

નેહા કક્કરે પોતાની તથા રોહનપ્રીત સિંહની એક તસવીર ઈન્સ્ટાગ્રામ પર શૅર કરી હતી. આ તસવીર શૅર કરીને તેણે કૅપ્શન આપ્યું છે કે, 'તું મારો છે.' નેહાએ પોતાની તથા રોહનની જોડીને 'નેહુપ્રીત' નામ આપ્યું છે. સાથે જ હૅશટેગ આપ્યું છે, #NehuPreet. નેહાની આ તસવીર પર કમેન્ટ કરતાં રોહનપ્રીતે કહ્યું હતું, 'બાબુ આઈ લવ યુ સો મચ, જાન. હા, હું માત્ર તારો છું. મારું જીવન.' રોહને કમેન્ટ કરીને દુલ્હનની ઈમોજી શૅર કરી હતી.



 
 
 
View this post on Instagram

You’re Mine @rohanpreetsingh ♥️? #NehuPreet ??

A post shared by Neha Kakkar (@nehakakkar) onOct 8, 2020 at 7:58pm PDT


ગાયિકા બાદ રોહનપ્રીતે પણ તસવીર શૅર કરીને નેહાને પોતાની દુનિયા ગણાવી હતી. બન્નેના સંબંધો ઓફિશ્યલ થયા બાદ ચાહકો તથા ફ્રેન્ડ્સ શુભેચ્છા પાઠવી રહ્યા છે.


આ દરમિયાન નેહા કક્કર અને રોહનપ્રીત સિંહની  રોકા સેરેમનીની એક તસવીર સામે આવી છે. આ તસવીરમાં નેહા, રોહન તથા તેના માતા-પિતા સાથે જોવા મળે છે. નેહાનાં ખોળામાં ઘણી બધી ગિફ્ટ્સ છે. આ તસવીર રોકા સેરેમની થઈ હોવાની વાતની પુષ્ટિ કરે છે. તસવીરમાં નેહા તથા રોહન એકબીજાનો હાથ પકડીને બેઠેલા જોવા મળે છે.

Roka

તમને જણાવી દઈએ કે, રોહનપ્રીત સિંહ વર્ષ 2019માં 'ઇન્ડિયાઝ રાઈઝિંગ સ્ટાર'ની ત્રીજી સીઝનમાં કન્ટેસ્ટન્ટ હતો. આ ઉપરાંત તે વેડિંગ રિયાલિટી શો 'મુજસે શાદી કરોગે'માં પણ કન્ટેસ્ટન્ટ તરીકે દેખાયો હતો. આ શોને 'બિગ બૉસ 13'ની કન્ટેસ્ટન્ટ શહેનાઝ ગિલને સેન્ટરમાં રાખીને બનાવ્યો હતો. રોહન તથા નેહાએ 'ડાયમંડ દા છલ્લા'માં સાથે કામ કર્યું હતું. આ આલ્બમ બાદથી બન્ને લગ્ન કરવાના હોવાની ચર્ચા થતી હતી.

Whatsapp-channel Whatsapp-channel

09 October, 2020 03:21 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK