Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > નેગેટિવ કમેન્ટ્સ માઠી અસર કરે છે: જૅકલિન ફર્નાન્ડિસ

નેગેટિવ કમેન્ટ્સ માઠી અસર કરે છે: જૅકલિન ફર્નાન્ડિસ

27 May, 2019 11:09 AM IST |

નેગેટિવ કમેન્ટ્સ માઠી અસર કરે છે: જૅકલિન ફર્નાન્ડિસ

જૅકલિન ફર્નાન્ડિસ

જૅકલિન ફર્નાન્ડિસ


જૅકલિન ફર્નાન્ડિસનું કહેવું છે કે સોશ્યલ મીડિયા પર મળતી નેગેટિવ કમેન્ટ્સથી તેના પર માઠી અસર પડે છે. તે હાલમાં જ નેહા ધુપિયાના શોમાં પહોંચી હતી. તેને પૂછવામાં આવ્યું હતું કે શું લોકો તરફથી મળતી નેગેટિવ કમેન્ટ્સથી કોઈ ફરક પડે છે? એનો જવાબ આપતાં જૅકલિને કહ્યું હતું કે ‘અમારા સપોર્ટિવ અને સારા ફૅન્સ છે. ઇન્સ્ટાગ્રામ પરના મારા લોકો મને પસંદ છે. જોકે એમાં પ‌ણ એક કમેન્ટ, એક વ્યક્તિ એવી હોય તો વિચારવા લાગું છું કે તેણે આવું શું કામ કહ્યું હશે? હું સેન્સિટિવ પર્સન છું. નેગેટિવ કમેન્ટ્સથી અસર પડે છે. હું એક એવા મુકામે પહોંચવા માગું છું કે જ્યાં હું એમ કહી શકું કે તમે કોણ છો મારા વિશે આવું બોલવાવાળા? હા, એ બાબત ખૂબ અસર કરે છે.

આ પણ વાંચો : સલમાન સાથે કામ કરતી વખતે પર્સનાલિટીનું ખાસ ધ્યાન રાખવું પડે: અતુલ અગ્નિહોત્રી



મને ખૂબ ખરાબ પણ લાગે છે. હું કલ્પના પણ નથી કરી શકતી કે કોઈ આટલું વિવેક વિનાનું કેમ હોઈ શકે? એથી એની અસર મારા પર થાય છે કે કદાચ મારી નેગેટિવ, નફરતવાળી છાપ કોઈના પર હોઈ શકે છે. હું એમ વિચારું છું કે શું કામ? મેં એવું તે શું કર્યું હતું?’


Whatsapp-channel Whatsapp-channel

27 May, 2019 11:09 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK