નીતુ સિંહે બાળકો રિદ્ધિમા અને રણબીર સાથે ઉજવ્યો જન્મદિવસ, દીકરીએ શૅર કરી તસવીરો

Updated: Jul 08, 2020, 16:59 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

આજે નીતુ સિંહનો 62મો જન્મદિવસ છે

નીતુ સિંહના જન્મદિવસની ઉજવણીમાં બાળકો રિદ્ધિમા કપૂર સહાની અને રણબીર કપૂર (તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ)
નીતુ સિંહના જન્મદિવસની ઉજવણીમાં બાળકો રિદ્ધિમા કપૂર સહાની અને રણબીર કપૂર (તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ)

આઠ જૂલાઈ 1958ના રોજ દિલ્હીના પંતનગરમાં જન્મેલા નીતુ સિંહ કપૂરનો આજે 62મો જન્મદિવસ છે. જન્મદિવસની ઉજવણીની શરૂઆત તેમના ઘરમાં મધરાતથી જ થઈ ગઈ હતી. જેની તસવીરો દીકરી રિદ્ધિમા કપૂર સહાનીએ સોશ્યલ મીડિયા પર શૅર કરી છે. રિદ્ધિમાએ મમ્મી નીતુ સિંહને અનોખા અંદાજમાં વિશ કર્યું હતું. ઈન્સ્ટાગ્રામની સ્ટૉરી અને પોસ્ટ દરેક જગ્યાએ રિદ્ધિમાએ માતા સાથેની અને જન્મદિવસની ઉજવણીની તસવીરો પોસ્ટ કરી છે. બાદમાં ઉજવણીમાં નીતુ સિંહનો દીકરો રણબીર કપુર પણ જોડાયો હતો.

રિદ્ધિમા કપૂર સહાની સૌ પ્રથમ ઈન્સ્ટાગ્રામ પર મારા નીતુ સિંહની સાથેની બ્લેક એન્ડ વ્હાઈટ તસવીર પોસ્ટ કરી હતી.

ત્યારબાદ રિદ્ધિમાએ ઈન્સ્ટા સ્ટૉરીમાં અન્ય એક તસવીર પોસ્ટ કરી હતી જેમાં બર્થ-ડે ગર્લ નીતુ અને તેમના માટે કરવામાં આવેલી સજાવટ હતી.

ઈન્સ્ટાગ્રામના પોસ્ટમાં બર્થ-ડે ડિનરની તસવીર શૅર કરીને રિદ્ધિમાએ કૅપ્શનમાં લખ્યું હતું કે, મમ્મીના જન્મદિવસની ડિનર પાર્ટી માટે તૈયાર.

 
 
 
View this post on Instagram

Mom’s bday eve dinner ❤️ #dinnerready

A post shared by Riddhima Kapoor Sahni (RKS) (@riddhimakapoorsahniofficial) onJul 7, 2020 at 7:10am PDT

આ સેલિબ્રેશનની સૌથી શ્રેષ્ઠ પળ હતી જ્યારે દીકરો રણબીર કપૂર પણ તેમા જોડાયો હતો. માતા અને ભાઈ સાથેની એક સેલ્ફી પોસ્ટ કરીને રિદ્ધિમાએ લખ્યું હતું કે,  આયર્ન લેડીને જન્મદિવસની શુભેચ્છા. બહુ બધો પ્રેમ મા.

 
 
 
View this post on Instagram

Happiest bday my Iron Lady I love you so much Ma ❤️

A post shared by Riddhima Kapoor Sahni (RKS) (@riddhimakapoorsahniofficial) onJul 7, 2020 at 11:36am PDT

તસવીરમાં રિદ્ધિમા, રણબીર તથા નીતુ કપૂર એકદમ ખુશ જોવા મળ્યાં હતાં. નીતુ સિંહ બ્લેક આઉટફિટમાં, રિદ્ધિમા વ્હાઈટ તથા રણબીર ગ્રીન શર્ટમાં જોવા મળ્યો હતો. તમને જણાવી દઈએ કે, 30 એપ્રિલના રોજ રિશી કપૂરનું નિધન થયું ત્યારપછીથી દીકરી રિદ્ધિમા માતા નીતુ સિંહ સાથે મુંબઈમાં રહે છે અને તે અવાનવાર સોશ્યલ મીડિયામાં માતા-પિતા સાથેની તસવીરો શૅર કરતી હોય છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK