ફરી કામ પર પહોંચેલી નીતૂ કપૂર માટે અનુપમ ખેરે લખ્યો ખાસ સંદેશ,જાણો અહીં

Published: 20th November, 2020 19:24 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

અનુપમ ખેરે ઇન્સ્ટાગ્રામ પર ફોટોઝ શૅર કરવાની સાથે જ પોતાની ભાવનાઓ પણ વ્યક્ત કરી છે.

તસવીર સૌજન્ય અનુપમ ખેર ઇન્સ્ટાગ્રામ
તસવીર સૌજન્ય અનુપમ ખેર ઇન્સ્ટાગ્રામ

અનુપમ ખેરે તાજેતરમાં જ નીતૂ કપૂર સાથે ચંદીગઢમાં મુલાકાત કરી હતી. તેમણે ઋષિ કપૂર અને નીતૂ કપૂર સાથે વિતાવેલા દિવસો પણ યાદ કર્યા. અનુપમ ખેરે ઇન્સ્ટાગ્રામ પર ફોટોઝ શૅર કરવાની સાથે જ પોતાની ભાવનાઓ પણ વ્યક્ત કરી છે.

વર્ષ 2020 બોલીવુડ માટે ખરેખર ખૂબ જ ખરાબ સાબિત થયું. કેટલા બધા સેલેબ્સે આ દરમિયાન વિશ્વને અલવિદા કહી દીધું. આમાં એક નામ દિગ્ગજ કલાકાર ઋષિ કપૂરનું પણ હતું. તેમના નિધન પછી બધાંએ નીતૂ કપૂરને વિખરાતા જોયા અને એ પણ જોયું કે કેવી રીતે તેણે આ મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કર્યો. નીતૂ કપૂરે હવે આગળ વધવાનો નિર્ણય લેતા ફિલ્મોમાં કમબબૅક કરી લીધું છે. અને તેને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

તાજેતરમાં જ અભિનેતા અનુપમ ખેરે પણ નીતૂ કપૂરને પ્રોત્સાહન આપ્યું છે. સાથે જ તેમણે નીતૂ કપૂર અને ઋષિ કપૂર સાથેની પોતોની કેટલીક થ્રૉબૅક તસવીરો પણ શૅર કરી અને જૂના દિવસો યાદ કર્યા.

હકીકતે અનુપમ ખેરે તાજેતરમાં નીતૂ કપૂર સાથે ચંદીગઢમાં મુલાકાત કરી. તેમણે ઋષિ કપૂર અને નીતૂ કપૂર સાથે વિતાવેલા જૂના દિવસો પણ યાદ કર્યા. અનુપમ ખેરે ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શૅર કરવાની સાથે જ પોતાની ભાવનાઓ વ્યક્ત કરી છે. તેમણે લખ્યું- વ્હાલી નીતૂ, ગઈ કાલે રાતે તમારી સાથેની ચંદીગઢમાં ઋષિ કપૂર વગર મળવું મારા અંતરમનમાં અનેક યાદો તાજી કરી ગયું. જેમાં ન્યૂયૉર્કની મુલાકાત પણ સામેલ છે જ્યારે હું તમને અને ઋષિજીને મલ્યો હતો. અમે સાથે જે આંસૂ વહેંચ્યા તે વિતેલી ક્ષણોને વધુ તાજી કરી દીધી. આ તસવીરો મને એહસાસ કરાવે છે કે ઋષિજી કેટલા લાર્જર ધેન લાઇફ પર્સનાલિટી હતા.

 
 
 
View this post on Instagram

A post shared by Anupam Kher (@anupampkher)

નીતૂના ફિલ્મોમાં કમબૅક કરવા પર અનુપમ ખેરે કહ્યું, "મને ખૂબ જ ખુશી છે કે તમે ફરી કામ કરી રહ્યાં છો. આમ કરીને તમે ઋષિજીને જ સૌથી વધારે ખુશ કર્યા છે. અમે બધા તમારા મિત્રો તમારી સાથે હંમેશાં છીએ. યાદ રાખજો. કેટલાક સંબંધો ટેપ રેકૉર્ડના પૉઝ બટન જેવા હોય છે. તે હંમેશાં ત્યાંથી જ શરૂ થાય છે જ્યાં છોડવામાં આવે છે. ઘણો બધો પ્રેમ અને પ્રાર્થનાઓ."

રણબીર અને રિદ્ધિમાંએ વધારી હિંમત
જણાવવાનું કે નીતૂ કપૂર ફિલ્મ જુગ જુગ જિયોથી બોલીવુડમાં કમબૅક કરી રહી છે. આ ફિલ્મમાં તેમના સિવાય કિયારા અડવાણી, વરુણ ધવન અને અનિલ કપૂર પણ જોવા મળશે. નીતૂએ ફિલ્મોમાં કમબૅકની ક્રેડિટ રિદ્ધિમા અને રણબીરને આપી છે. અનિલ કપૂરે પણ નીતૂના કમબૅકનું સ્વાગત કર્યું છે અને તેને પ્રોત્સાહન આપ્યું છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK