નવાઝુદ્દીન સિદ્દીકીની પત્નીએ મુક્યો વધુ એક આરોપ, જાણો શું કહ્યું

Updated: Jul 14, 2020, 20:52 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

આલિયાએ કહ્યું, મારી ડિલેવરીના સમયે પણ નવાઝ ગર્લફ્રેન્ડ સાથે વાતો કરતા હતા

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી (Nawazuddin Siddqui)છેલ્લા કેટલાક સમયથી અંગત જીવનને કારણે સતત ચર્ચામાં રહે છે. થોડાક દિવસ પહેલાં પત્ની આલિયા સિદ્દીકી(Aaliya Siddqui)એ નવાઝને છૂટાછેડાની નોટિસ મોકલાવી હતી. તે સતત નવાઝ પર આક્ષેપ કરતી જ હોય છે. તાજેતરમાં જ આલિયાએ નવાઝ પર બહુ મોટો આરોપ લગાવ્યો છે અને કહ્યું છે કે, મારી ડિલેવરી સમયે પણ નવાઝ મારી સાથે નહોતા તે ગર્લફ્રેન્ડ સાથે વાતો કરતા હતા.

આલિયા સિદ્દીકીએ પિન્ક વિલાને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, હું નવાઝુદ્દીનને 2003થી ઓળખુ છું. અમે સાથે રહેતા હતા. પછી તેનો ભાઈ પણ અમારી સાથે રહેવા લાગ્યો હતો. ત્યાંથી અમારી જર્ની શરૂ થઈ અને અમે લગ્ન કરી લીધા. જોકે, અમારી વચ્ચે શરૂઆતથી જ સમસ્યાઓ હતી. મને થયું કે આ બંધ થઈ જશે. પરંતુ 15-16 વર્ષ થઈ ગયા પણ માનસિક ત્રાસ બંધ ન થયો. મને બહુ સારી રીતે યાદ છે જ્યારે અમે ડેટ કરતા હતા અને લગ્ન કરવાના હતા ત્યારે તે પહેલેથી જ બીજા કોઈ સાથે રિલેશનમાં હતા. અમે લગ્ન પહેલાં પણ અને પછી પણ બહુ ઝઘડતા હતા. જ્યારે હું ગર્ભવતી હતી ત્યારે જાતે ડ્રાઈવ કરીને ડૉક્ટર પાસે ચૅકઅપ કરાવવા જતી હતી. મારા ડૉક્ટર મને કહેતા કે હું પહેલી એવી મહિલા છું જે ડિલેવરી માટે એકલી આવી છે. જ્યારે મને લેબર પેન થયું ત્યારે પણ નવાઝ સાથે નહોતા. તેઓ ફોન પર તેમની ગર્લફ્રેન્ડ સાથે વાત કરી રહ્યા હતા. મને આ વિશે જાણ હતી, કારણકે ફોન બિલનું સ્ટેટમેન્ટ આવતું હતું.

આલિયાએ વધુમાં જણાવ્યું હતું કે, નવાઝના ભાઈ શમાસે મને ફોનના બિલ આપ્યા હતા અને તેણે જ મને નવાઝની બધી વાતો જણાવી હતી. પ્રથમ ડિલેવરી પછી પણ નવાઝના મનમાં મારી માટે લાગણીઓ નહોતી. મે નવાઝને ક્યારેય નથી કહ્યું કે એમના ભાઈએ જ મને બધી વાત કરી હતી. પરંતુ હવે મે નક્કી કરી લીધું છે કે હું સાથે નહીં રહું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK