નેહા શર્મા સાથે રોમૅન્સ કરશે નવાઝુદ્દીન સિદ્દીકી

Published: Aug 11, 2020, 19:20 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

નવાઝુદ્દીન સિદ્દીકી અને નેહા શર્મા ‘જોગીરા સારા રા રા’માં રોમૅન્સ કરતાં જોવા મળવાનાં છે

નવાઝુદ્દીન સિદ્દીકી અને નેહા શર્મા ‘જોગીરા સારા રા રા’માં રોમૅન્સ કરતાં જોવા મળવાનાં છે. આ એક રોમૅન્ટિક-કૉમેડી છે. ‘બાબુમોશાય બંદૂકબાઝ’નો ડિરેક્ટર કુશાન નંદી આ ફિલ્મને ડિરેક્ટ કરશે. ગાલિબ અસદ ભોપાલીએ એની સ્ટોરી લખી છે. 2021ની ફેબ્રુઆરીમાં શૂટિંગ શરૂ કરવામાં આવશે. ફિલ્મના સ્ક્રીપ્ટ-રીડિંગ સેશનનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને નવાઝુદ્દીને કૅપ્શન આપી હતી કે ‘ફિલ્મમાં રોમૅન્સ તમને જરૂર હસાવશે. અહીં હું નેહા શર્મા સાથેની ‘જોગીરા સારા રા રા’ની જાહેરાત કરું છું. ડિરેક્ટર કુશાન નંદી, રાઇટર ગાલિબ અસદ ભોપાલી છે અને નઈમ સિદ્દીકી એને પ્રોડ્યુસ કરશે. 2021ના ફેબ્રુઆરીથી ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવશે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK