રોમૅન્ટિક હીરો જેવો લુક ન હોવાથી મને આવી ફિલ્મો ઑૅફર નથી કરવામાં આવી : નવાઝુદ્દીન

Published: Oct 30, 2019, 11:59 IST | મુંબઈ

નવાઝુદ્દીન સિદ્દીકીનું માનવું છે કે તેનો લુક રોમૅન્ટિક હીરો જેવો નથી એથી તેને આવા પ્રકારની ફિલ્મો નથી ઑફર કરવામાં આવતી.

નવાઝુદ્દીન સિદ્દીકી
નવાઝુદ્દીન સિદ્દીકી

નવાઝુદ્દીન સિદ્દીકીનું માનવું છે કે તેનો લુક રોમૅન્ટિક હીરો જેવો નથી એથી તેને આવા પ્રકારની ફિલ્મો નથી ઑફર કરવામાં આવતી. તે જલદી જ ‘મોતીચૂર ચકનાચૂર’માં અથિયા શેટ્ટી સાથે જોવા મળવાનો છે. આ ફિલ્મ ૧૫ નવેમ્બરે રિલીઝ થવાની છે. રોમૅન્ટિક-કૉમેડી પ્રતિ પ્રેમને લઈને નવાઝુદ્દીને કહ્યું હતું કે ‘મને શરૂઆતથી જ રોમૅન્ટિક-કૉમેડીઝ પ્રત્યે પ્રેમ રહ્યો છે. પહેલી વાર હું આવી ફિલ્મમાં કામ કરી રહ્યો છું. મારી પહેલેથી જ આવી ફિલ્મમાં કામ કરવાની ઇચ્છા રહી છે. મને હંમેશાંથી એવું લાગતું હતું કે હું રોમૅન્ટિક રોલ્સ કરી શકુ છું. જોકે અન્યોને એવું નહોતું લાગતું. મારો લુક રોમૅન્ટિક હીરો જેવો નથી એથી આવા રોલ્સ પણ ઑફર કરવામાં નથી આવ્યા. આ ફિલ્મ દ્વારા હું માનું છું કે મારી ઇચ્છા હવે પૂરી થઈ ગઈ છે. આ ફિલ્મ અલગ છે. હું એટલા માટે એમ નથી કહી રહ્યો, કારણ કે મેં આ ફિલ્મમાં કામ કર્યું છે. આ ફિલ્મમાં કંઈ અલગ નથી. અમે ફિલ્મમાં રોમૅન્ટિક ફૉર્મ્યુલાનો ઉપયોગ કર્યો છે. ફિલ્મ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. આ એક લાઇટ હાર્ટેડ ફિલ્મ છે.

આ પણ વાંચો : સંજય લીલા ભણસાલી V/S દીપિકા પાદુકોણ

આ ફિલ્મને તમે તમારી ફૅમિલી સાથે બેસીને જોઈ શકશો. હું એવી ફિલ્મ કરવા માગતો હતો જેને મારી દીકરી જોઈ શકે. મારી એવી કેટલીક ફિલ્મો છે જેને મારી દીકરી નથી જો, શકતી એથી મેં આ ફિલ્મ કરી છે. આ એક ફૅમિલી ફિલ્મ છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK