કંઈક આવી છે નવાઝુદ્દીન સિદ્દીકીની મુંબઈની પહેલી યાદગીરી

Feb 11, 2019, 17:37 IST

નવાઝુદ્દીન સિદ્દિકી હવે અપકમિંગ ફિલ્મ 'ફોટોગ્રાફ'માં દેખાશે. આ ફિલ્મમાં નવાઝની ઓપોઝિટ 'બધાઈ હો' ફેમ સાન્યા મલ્હોત્રા છે. રિતેશ બત્રાની આ ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ મુંબઈમાં થયું છે.

કંઈક આવી છે નવાઝુદ્દીન સિદ્દીકીની મુંબઈની પહેલી યાદગીરી
ફિલ્મ ફોટોગ્રાફનું પોસ્ટર

નવાઝુદ્દીન સિદ્દિકી હવે અપકમિંગ ફિલ્મ 'ફોટોગ્રાફ'માં દેખાશે. આ ફિલ્મમાં નવાઝની ઓપોઝિટ 'બધાઈ હો' ફેમ સાન્યા મલ્હોત્રા છે. રિતેશ બત્રાની આ ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ મુંબઈમાં થયું છે. ત્યારે ફિલ્મના શૂટિંગ દરમિયાન નવાઝ અને સાન્યા બંનેને પોતાની મુંબઈની યાદો સાથે ફરી જીવવાની તક મળી હતી.

ફિલ્મના પ્રમોશન દરમિયાન સાન્યા મલ્હોત્રા અને નવાઝુદ્દીન સિદ્દિકીએ પોતાની મુંબઈની પહેલી યાદો વાગોળી. ઉલ્લેખનીય છે કે સાન્યા મલ્હોત્રા પંજાબી છે, અને દિલ્હીમાં જ મોટી થઈ છે. તો નવાઝુદ્દીન સિદ્દિકી ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરના વતની છે. આશ્ચર્યજનક વાત એ છે કે બંને એક્ટર્સે મુંબઈ આવીને સૌથી પહેલા ગેટ વે ઓફ ઈન્ડિયાની જ મુલાકાત લીધી હતી.

બંને એક્ટર્સનું કહેવું છે કે તેમણે ગેટ વે વિશે ઘણી વાતો સાંભળી હતી, એટલે જ્યારે મુંબઈ આવ્યા ત્યારે સૌથી પહેલા ગેટ વે જોવા જ ગયા હતા. સાથે જ બંને એક્ટર્સ એ પણ સ્વીકારે છે કે જ્યારે તેઓ મુંબઈ આવ્યા ત્યારે આ શહેરની ચમકદમકથી અંજાઈ ગયા હતા.

રિતેશ બત્રાની અપકમિંગ ફિલ્મ 'ફોટોગ્રાફ' મુંબઈની ધારાવીના બેકગ્રાઉન્ડ પર બનેલી છે. ફિલ્મમાં નવાઝ ફોટોગ્રાફરના રોલમાં છે, તો સાન્યા મલ્હોત્રા એક ઈન્ટ્રોવર્ટ કોલેજ ગર્લના રોલમાં દેખાશે. ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ પણ ગેટ વે ઓફ ઈન્ડિયા પર જ થયું છે.

આ પણ વાંચોઃ ફિલ્મ 'ફોટોગ્રાફ'માં ગુજરાતી ગર્લ બનશે સાન્યા, નવાઝ સાથે બનાવશે જોડી

આ ફિલ્મ સનડાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવાઈ ચૂકી છે, તો બર્લિન ફિલ્મ ફેસ્ટિવલમાં પણ તેનું સ્ક્રીનીંગ થઈ ચૂક્યુ છે. ફિલ્મની સ્ટોરી પણ રિતેશ બત્રાએ જ લખી છે. એમેઝોન સ્ટુડિયોઝે ધ મેચ ફેક્ટરી સાથે મળીને પ્રોડ્યુસ કરેલી ફિલ્મ 8 માર્ચે રિલીઝ થવાની છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK