Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઉમેશ શુક્લની ફિલ્મમાં જોવા મળશે નવાઝુદ્દીન

ઉમેશ શુક્લની ફિલ્મમાં જોવા મળશે નવાઝુદ્દીન

13 October, 2020 06:16 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઉમેશ શુક્લની ફિલ્મમાં જોવા મળશે નવાઝુદ્દીન

નવાઝુદ્દીન સિદ્દીકી

નવાઝુદ્દીન સિદ્દીકી


‘ઓહ માય ગૉડ’ના ફિલ્મમેકર ઉમેશ શુક્લની ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકી જોવા મળશે. આ ફિલ્મને સેજલ શાહ ડિરેક્ટ કરશે અને ભાવેશ મંડાલિયાએ સ્ટોરી લખી છે. પોતાના રોલ વિશે નવાઝુદ્દીને કહ્યું હતું કે ‘હું હંમેશાં એવા રોલ્સ શોધતો હોઉં છું જે ચૅલેન્જિંગ અને વિચિત્ર હોય. સ્ટોરીઝ પણ એવી હોવી જોઈએ જે એક્સાઇટિંગ હોય અને કંઈક ખાસ મેસેજ હોય. આ ઇન્ડસ્ટ્રીના લોકો સાથે મળીને ક્યારેય ધાર્યું ન હોય એવી અપેક્ષા રાખી શકાય છે.’

આ ફિલ્મના પ્રોડ્યુસર ઉમેશે કહ્યું હતું કે ‘હીરોઝ આપણી વચ્ચે જ હોય છે, માત્ર આપણે તેને પસંદ કરવાના હોય છે. સાધારણ લોકો જેમણે અસાધારણ સિદ્ધિ મેળવી હોય. એમાં પણ નવાઝ જો આવી સ્ટોરી લઈને આવે તો તેના સિવાય અન્યની કલ્પના ન રાખી શકાય. આ ફિલ્મ દિલની નજીક, થ્રિલિંગ અને મનોરંજક રહેવાની છે. આ પાગલપંતીથી ભરપૂર રાઇડ માટે તૈયાર રહેજો.’


Whatsapp-channel Whatsapp-channel

13 October, 2020 06:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK