મુઝફ્ફરનગરમાં ક્વૉરંટીન છે નવાઝુદ્દીન સિદ્દીકી, અહીં જ ઉજવશે ઇદ

Published: May 18, 2020, 12:58 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai Desk

અન્ય શહેરોમાં રહેતા લોકો પોતાના ઘર તરફ જવાના પ્રયત્નોમાં લાગેલા છે તો કેટલાક પહોંચી પણ ગયા છે. હવે તેમાંના જ બોલીવુડ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકીનું નામ પણ જોડાયું છે.

નવાઝુદ્દીન સિદ્દીકી
નવાઝુદ્દીન સિદ્દીકી

કોરોના વાયરસનો કહેર સતત વધતો જાય છે, જેમાં મહારાષ્ટ્ર સૌથી વધારે પ્રભાવિત રાજ્યોમાંનુ એક છે. દેશભરમાં લૉકડાઉનનો ચોથો ચરણ લાગૂ પાડવામાં આવ્યો છે, જે હવે 30 મે સુધી લંબાવવામાં આવ્યો છે. આ દરમિયાન, અન્ય શહેરોમાં રહેતા લોકો પોતાના ઘર તરફ જવાના પ્રયત્નોમાં લાગેલા છે તો કેટલાક પહોંચી પણ ગયા છે. હવે તેમાંના જ બોલીવુડ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકીનું નામ પણ જોડાયું છે. મળતી માહિતી પ્રમાણે અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી ઇદ મનાવવા માટે મુંબઇથી મુઝફ્ફર નગર પહોંચી ગયા છે.

અત્યાર સુધી નવાઝુદ્દીન સિદ્દીકી તરફથી કોઇ જ ઑફિશિયલ નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. રિપોર્ટ્સ પ્રમાણે, એક્ટર મુંહઇછી પોતાના ઘરે પહોંચી ગયા છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે દાવો કરવામાં આવી રહ્યો છે કે લૉકડાઉન દરમિયાન પણ નવાઝ પોતાના મુઝફ્ફરનગરના ઘરે પહોંચી ગયા છે. કહેવામાં આવી રહ્યું છે કે નવાઝ લૉકડાઉન પાસ લઈને પોતાના ઘરે પાછાં ફર્યા છે. સિને સ્ટાર સાથે તેમની માતા, ભાઇ અને ભાભી પણ મુંબઇથી મુઝફ્ફરનગર પહોંચ્યા છે. બધાંને પ્રશાસને 14 દિવસ સુધી ક્વૉરંટાઇન કર્યા છે.

નવાઝને રસ્તામાં ઘણીવાર અટકાવવામાં આવ્યા અને તેમની તપાસ પણ કરવામાં આવી. પોલીસ કર્મચારીઓએ ઘણા સ્થળે તેમને અટકાવ્યા અને પરિવારની થર્મલ સ્કેનિંગ કરી અને નવાઝનો પરિવાર મુંબઇમાંથી કોરોના વાયરસ ટેસ્ટ કરાવ્યા પછી જ પહોંચ્યો હતો અને બધાંની રિપોર્ટ નેગેટિવ આવી હતી.. હવે અમુક દિવસ સુધી નવાઝ ત્યાં જ રહેશે. એવામાં તેમની અપકમિંગ ફિલ્મ ઘૂમકેતૂનું પ્રીમિયર પણ તે જ સમયે થશે, જ્યારે તે ઘરે હશે. જણાવીએ કે તેમની ફિલ્મ ઝી5 પર 22 મેના રોજ રિલીઝ થવાની છે.

ફિલ્મનું ટીઝર રિલીઝ થઈ ગયું છે અને આ ફિલ્મમાં તેમની સાથે અનુરાગ કશ્યપ પણ દેખાશે. ફિલ્મમાં નવાઝ એક રાઇટરનું પાત્ર ભજવી રહ્યા છે, જે સ્ટ્રગલ કરવા મુંબઇ આવે છે અને ત્યાં તેની સ્ક્રિપ્ટ ખોવાઈ જાય છે. ફિલ્મનું ટીઝર ખૂબ જ લોકપ્રિય થયું છે, હવે જોવાનું એ છે કે ચાર દિવસ પછી રિલીઝ થનારી આ ફિલ્મને દર્શકો પાસેથી કેવી પ્રતિક્રિયા મળે છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, રણવીર સિંહ, સોનાક્ષી સિન્હાની પણ ઝલક જોવા મળી શકે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK