Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > નવાઝુદ્દીન અને તમન્નાની ફિલ્મ બોલે ચૂડિયાંનું ટીઝર થયું રીલિઝ

નવાઝુદ્દીન અને તમન્નાની ફિલ્મ બોલે ચૂડિયાંનું ટીઝર થયું રીલિઝ

26 September, 2019 06:26 PM IST | મુંબઈ

નવાઝુદ્દીન અને તમન્નાની ફિલ્મ બોલે ચૂડિયાંનું ટીઝર થયું રીલિઝ

નવાઝુદ્દીન અને તમન્નાની ફિલ્મ બોલે ચૂડિયાંનું ટીઝર થયું રીલિઝ

નવાઝુદ્દીન અને તમન્નાની ફિલ્મ બોલે ચૂડિયાંનું ટીઝર થયું રીલિઝ


ફિલ્મ અભિનેતા નવાઝુદ્દી સિદ્દીકીએ પોતાની આગામી ફિલ્મ બોલે ચૂડિયાંની પહેલી ઝલક સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેમાં તેઓ તમન્ના ભાટિયા સાથે જોવા મળશે. ફિલ્મમાં નવાઝુદ્દીન એક બંગડી વેચનારની ભૂમિકામાં નજર આવશે.

નવાઝુદ્દી સિદ્દીકીએ આ ફિલ્મના ટીઝરને શેર કરતા સોશિયલ મીડિયા પર લખ્યું, 'હવે મને લાઈફમાં કોઈ લફડું નથી જોઈતું બસ રોમાન્સ અને પરિવાર...બોલે ચૂડિયાંની ઝલક જુઓ.' જે બાદ તેમણે આ ગીત સાથે જોડાયેલા લોકોને ટેગ કર્યા છે. હાલમાં જ ફિલ્મના નિર્માતાએ સ્વેગી ચૂડિયાં ગીતને પણ રીલિઝ કર્યું હતું. આ ગીતમાં નવાઝુદ્દી સિદ્દીકીએ રૅપ કર્યું છે.




ફિલ્મ બોલે ચૂડિયાંમાં અનુરાગ કશ્યપ, રાજપાલ યાદવ અને આદિત્ય શ્રીવાસ્તવ મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મની સાથે નવાઝુદ્દીન સિદ્દીકીના ભાઈ શમ્સ નવાબ સિદ્દીકી પણ બોલીવુડમાં ડેબ્યૂ કરી રહ્યા છે. તેઓ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે. હાલમાં જ ક્રૂએ પોતાનું રાજસ્થાનનું શેડ્યુલ પૂર્ણ કર્યું છે અને હવે આ ફિલ્મ માંડવામાં શૂટ થવાની છે.


આ પણ જુઓઃ સફળ થવાના અડગ 'નિશ્ચય' સાથે આ અભિનેતા કરી રહ્યા છે કમબેક, જાણો તેની સફર

ફિલ્મમાં પહેલી વાર નવાઝુદ્દી સિદ્દીકી અને તમન્ના ભાટિયા એકસાથે નજર આવશે. ફિલ્મમાં પહેલા મૌની રોય કામ કરવાની હતી. પરંતુ હવે ફિલ્મમાં તેની જગ્યાએ તમન્ના ભાટિયાને લેવામાં આવી છે. તમામ લોકો  આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.


Whatsapp-channel Whatsapp-channel

26 September, 2019 06:26 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK