Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઘૂમકેતુની કોસ્ટાર ઇલા અરુણની પ્રશંસા કરી નવાઝુદ્દીને

ઘૂમકેતુની કોસ્ટાર ઇલા અરુણની પ્રશંસા કરી નવાઝુદ્દીને

01 June, 2020 08:23 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઘૂમકેતુની કોસ્ટાર ઇલા અરુણની પ્રશંસા કરી નવાઝુદ્દીને

ઘૂમકેતુની કોસ્ટાર ઇલા અરુણની પ્રશંસા કરી નવાઝુદ્દીને


નવાઝુદ્દીન સિદ્દીકીએ ‘ઘૂમકેતુ’ની તેની કોસ્ટાર ઇલા અરુણની ખૂબ પ્રશંસા કરી છે. આ ફિલ્મ ZEE5 પર તાજેતરમાં જ રિલીઝ થઈ છે. ફિલ્મમાં નવાઝુદ્દીન બૉલીવુડમાં પોતાની કરીઅર બનાવવા આવે છે. ફિલ્મમાં ઇલા સાથેના એક સીનને લઈને નવાઝુદ્દીન મૂંઝવણમાં મુકાઈ જાય છે. ઇલા અરુણનાં વખાણ કરતાં નવાઝુદ્દીને કહ્યું હતું કે ‘ઇલાજીને ઍક્ટિંગની કુદરતી ભેટ મળેલી છે. મેં તેમની સાથે ત્રણ ફિલ્મોમાં કામ કર્યું છે. મને લાગે છે કે ભગવાનની તેમના પર ખૂબ કૃપા છે. તે ખૂબ જ સારી રીતે ગાય છે. તેમનો અવાજ અલગ છે. સાથે જ તે ખૂબ જ અદ્ભુત કો-ઍક્ટર છે. આ ફિલ્મમાં મારા કેટલાક કપરા પરંતુ અગત્યના સીન્સ ઇલાજી સાથે હતા. ફિલ્મમાં એક સીન મૉસ્કીટો નેટની અંદર હતો. મારા માટે એક પર્ફોર્મર તરીકે એ સીન થોડો અઘરો હતો. જોકે ઇલાજીએ એ બધું સરળ બનાવી દીધું હતું.’


Whatsapp-channel Whatsapp-channel

01 June, 2020 08:23 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK