આજની પેઢીના ડ્રીમ-વેડિંગ પ્લાન દર્શાવાશે સિટ-કૉમ હેપિલી એવર આફ્ટરમાં

Updated: Jan 22, 2020, 13:33 IST | Parth Dave | Ahmedabad

ઝૂમ સ્ટુડિયોની આ સિરીઝ થકી નવજોત ગુલાટીનું વેબ-વર્લ્ડમાં ડિરેક્ટર તરીકે ડેબ્યુ : વેબ-વર્લ્ડનો જાણીતો ચહેરો નવીન કસ્તુરીઆ લીડ રોલમાં

નવજોત ગુલાટી
નવજોત ગુલાટી

નેટફ્લિક્સ, ઍમેઝૉન, હોટસ્ટાર ઉપરાંત અમુક ડિજિટલ પ્લૅટફૉર્મ્સ એવાં પણ છે જે દર્શકોને હજી પણ ફ્રીમાં કન્ટેન્ટ પીરસી રહ્યાં છે જેમ કે ટીવીએફના ટૂંકા નામે જાણીતું ‘ધ વાઇરલ ફીવર’. ટીવીએફની ઓરિજિનલ સિરીઝ વેબસાઇટ તથા એની યુ-ટ્યુબ ચૅનલ પર સીધી રિલીઝ કરાય છે. એ જ રીતે ઝૂમની ડિજિટલ કન્ટેન્ટ સબ-કંપની ‘ઝૂમ સ્ટુડિયો પ્રોડક્શન્સ’ની સિરીઝ પણ યુ-ટ્યુબ પર રિલીઝ કરાય છે. ધ હોલિડેસ, ધ રીયુનિયન અને ઇમ્પરફેક્ટ નામની સિરીઝ બનાવી ચૂકેલા ઝૂમ સ્ટુડિયોની આગામી ડ્રામા-સિરીઝ ‘હેપિલી એવર આફ્ટર’નું અનાઉન્સમેન્ટ થયું છે.

naveen

‘હેપિલી એવર આફ્ટર’માં આજના યુવાનો તેમના ડ્રીમ-વેડિંગ પ્લાન કરે છે અને એમાં તેમને કેવા-કેવા અવરોધ અને અડચણનો સામનો કરવો પડે છે એ દર્શાવવામાં આવશે. સિરીઝનું ઝોન સિચ્યુએશનલ-કૉમેડીનું રહેશે. આ સિરીઝનું ડિરેક્શન ૧૭ જાન્યુઆરીએ આવી રહેલી હિન્દી ફિલ્મ ‘જય માતા દી’ના ડિરેક્ટર નવજોત ગુલાટી સંભાળશે અને ટીવીએફની ‘પીચર્સ’ તથા ‘બૉસઃ ડેડ ઑર અલાઇવ’ સહિતની સિરીઝમાં ચમકી ચૂકેલો ડિજિટલ-વર્લ્ડનો જાણીતો ચહેરો નવીન કસ્તુરીઆ તથા ‘મિર્ઝાપુર’ અને ‘સેક્રેડ ગેમ્સ’ જેવી સિરીઝમાં દેખાયેલી હર્ષિતા ગૌર લીડ કૅરૅક્ટર ભજવશે. આ ઉપરાંત શીવાકિંત સિંહ પરિહાર, પ્રીતિ શ્રીવાસ્તવ, સંજય ભાટિયા અને ગુરપ્રિત સૈની પણ જોવાં મળશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK