વિકી અને આયુષ્માનને નૅશનલ અવૉર્ડ માટે શુભેચ્છા મોકલી અમિતાભ બચ્ચને

Aug 15, 2019, 11:42 IST

અમિતાભ બચ્ચન અને જયા બચ્ચને હાલમાં જ હાથથી લખેલી નોટ દ્વારા આયુષ્માન ખુરાના અને વિકી કૌશલને શુભેચ્છા પાઠવી છે.

વિકી અને આયુષ્માનને નૅશનલ અવૉર્ડ માટે શુભેચ્છા મોકલી અમિતાભ બચ્ચને
વિકી અને આયુષ્માન

અમિતાભ બચ્ચન અને જયા બચ્ચને હાલમાં જ હાથથી લખેલી નોટ દ્વારા આયુષ્માન ખુરાના અને વિકી કૌશલને શુભેચ્છા પાઠવી છે. ‘અંધાધુન’ માટે આયુષ્માનને અને ‘ઉરી : ધ સર્જિકલ સ્ટ્રાઇક’ માટે વિકી કૌશલને નૅશનલ અવૉર્ડ મળ્યો છે. ઇન્સ્ટાસ્ટોરીમાં ફોટો શૅર કરી વિકીએ લખ્યું હતું કે ‘મારા માટે આ દુનિયામાં સૌથી મોટી વાત છે. બચ્ચન સર અને જયા મૅમનો હું આભાર માનું છું.’

ફોટો શૅર કરીને આયુષ્માને પણ ટ્વીટ કર્યું હતું કે ‘તમને જ્યારે આ જનરેશનના સૌથી મોટા મૅગાસ્ટાર દ્વારા તમારા કામના વખાણ કરતી નોટ મળે તો એ તમારા માટે નૅશનલ અવૉર્ડ જેટલી જ મહત્વની વાત કહેવાય છે. અમિતાભ સર અને જયા મૅમનો આભાર.’

આ પણ વાંચો : જયા બચ્ચનનો કેમ જાહેરમાં આભાર માન્યો બિગ બીએ?

અમિતાભ બચ્ચન એક માત્ર મારા ગુરુ છે : સુજૉય ઘોષ

સુજૉય ઘોષનું માનવું છે કે તેના માટે અમિતાભ બચ્ચન જ એક માત્ર ગુરુ છે. સુજૉય ઘોષની ‘બદલા’માં અમિતાભ બચ્ચને કામ કર્યું હતું. ટ્‍‍વિટર પર અમિતાભ બચ્ચને ટ્વીટ કરીને આ ફિલ્મને સુજૉય ઘોષની ફિલ્મ જણાવી હતી. એ ટ્વીટનો રિપ્લાઇ આપતાં ટ્‍‍વિટર પર સુજૉય ઘોષે ટ્વીટ કર્યું હતું કે ‘અમિતાભ બચ્ચન સર. મારી લાઇફમાં ઘણાં બધા ટીચર્સ છે, પરંતુ તમે એક માત્ર મારા ગુરુ છો. ચાલો ફરી એકવાર સાથે કામ કરીએ.’

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK