Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ હેલ્લારોના ટ્રેલરને અભૂતપૂર્વ પ્રતિસાદ.

રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ હેલ્લારોના ટ્રેલરને અભૂતપૂર્વ પ્રતિસાદ.

17 October, 2019 12:44 PM IST | અમદાવાદ

રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ હેલ્લારોના ટ્રેલરને અભૂતપૂર્વ પ્રતિસાદ.

ફિલ્મ હેલ્લારોનું એક દ્રશ્ય

ફિલ્મ હેલ્લારોનું એક દ્રશ્ય


66માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં શ્રેષ્ઠ ફીચર ફિલ્મ તરીકે વિજેતા ઘોષિત થયેલ ગુજરાતી ફિલ્મ "હેલ્લારો"નું ટ્રેલર 10મી ઑક્ટોબરે લૉન્ચ થયું હતું. જેને અલગ અલગ પ્લેટફોર્મ સુધીમાં અત્યાર સુધીમાં 2 મિલીયનથી વધુ લોકો જોઈ ચુક્યા છે. ટ્રેલરને મળેલા અભૂતપૂર્વ પ્રતિભાવથી ફિલ્મના મેકર્સ ખૂબ જ ખુશ છે. તેમણે સોશિયલ મીડિયા પર ખાસ પોસ્ટ કરી સૌનો આભાર માન્યો છે.

ટ્રેલર રિલીઝ થયું ત્યારથી જ તેને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજો અને દર્શકો પાસેથી સારા પ્રતિભાવો મળી રહ્યા છે.સારથી પ્રોડક્શન્સ અને હરફનમૌલા ફિલ્મ્સ પ્રસ્તુત "હેલ્લારો"ને ભારત સરકારના રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં ટોચનો એવોર્ડ મળ્યો છે. આ ઉપરાંત ફિલ્મમાં અભિનય કરનાર 13 અભિનેત્રીઓને સાર્વત્રિક રીતે સ્પેશિયલ જ્યુરીનો બેસ્ટ એકટ્રેસ માટે નેશનલ એવોર્ડ મળ્યો છે. સુવર્ણ કમળ અને રજત કમળ - આ બંને એવોર્ડ જીતનાર હેલ્લારો પહેલી ગુજરાતી ફિલ્મ છે.

હેલ્લારો એ એક પિરીયડ ડ્રામા જે ગુજરાતના લોક-નૃત્ય સ્વરૂપ, ગરબા પર આધારિત છે, આ વાર્તામાં 13 થી વધુ અભિનેત્રીઓ સાથે મહિલાઓની આત્મ-અભિવ્યક્તિ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. કચ્છ જિલ્લાના વિશાળ રણની મધ્યમાં આ ફિલ્મનું ફિલ્માંકન કરવામાં આવ્યું છે. ઉપરાંત આ ફિલ્મમાં 1975 ના સમયની કચ્છી સંસ્કૃતિ, ત્યાંના લોકોનો આબેહૂબ પરિવેશ અને પહેરવેશ જોવા મળશે. આ ફિલ્મમાં 450 થી વધારે કચ્છના ભાતીગળ પહેરવેશ એટલેકે ફિલ્મનાં કોસ્ચ્યુમ તૈયાર કરવામાં આવ્યા છે તથા આ ફિલ્મનું શૂટિંગ ગયા વર્ષે ઉનાળામાં 35 દિવસ સુધી કચ્છમાં કરવામાં આવ્યું હતું.

આ પણ જુઓઃ આવી રીતે લૉન્ચ થયું નેશનલ અવૉર્ડ વિનર ફિલ્મ 'હેલ્લારો'નું ટ્રેલર, જુઓ તસવીરો



ફિલ્મમાં 13 અભિનેત્રીઓ કામ કરી રહી છે. આ અભિનેત્રીઓમાં શ્રદ્ધા ડાંગર, શચિ જોશી, બ્રિન્દા ત્રિવેદી નાયક, નીલમ પંચાલ, તેજલ પંચાસરા, કૌશાંબી ભટ્ટ, તર્જન ભાડલા, સ્વાતિ દવે, ડેનિશા, રિદ્ધિ યાદવ, જાગૃતિ ઠાકોર, કામિની પંચાલ, એકતાનો સમાવેશ થાય છે. સાથે જ ફિલ્મમાં જયેશ મોરે, આર્જવ ત્રિવેદી, શૈલેષ પ્રજાપતિ અને મૌલિક નાયક પણ મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મના ડાયરેક્ટર છે અભિષેક શાહ અને ફિલ્મના સંવાદો, ગીત અને અતિરિક્ત પટકથા લેખક છે સૌમ્ય જોશી.


Whatsapp-channel Whatsapp-channel

17 October, 2019 12:44 PM IST | અમદાવાદ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK