Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘જિસ્મ ૩’ની હિરોઇન બનશે નતાલિયા કૌર

‘જિસ્મ ૩’ની હિરોઇન બનશે નતાલિયા કૌર

06 August, 2012 06:07 AM IST |

‘જિસ્મ ૩’ની હિરોઇન બનશે નતાલિયા કૌર

‘જિસ્મ ૩’ની હિરોઇન બનશે નતાલિયા કૌર


natalia-ana-pooja-bhattરામગોપાલ વર્માની શોધ નતાલિયા કૌર હવે ડિરેક્ટર પૂજા ભટ્ટની ‘જિસ્મ’ સિરીઝની ત્રીજી ફિલ્મ ‘જિસ્મ ૩’માં હિરોઇન તરીકે જોવા મળશે એવી માહિતી પૂજા ભટ્ટે પોતે આપી છે. આ સિરીઝની પહેલી ફિલ્મ ‘જિસ્મ’માં હિરોઇન તરીકે બિપાશા બાસુ અને ‘જિસ્મ-૨’માં હિરોઇન તરીકે સની લીઓનીએ કામ કર્યું છે. હવે પૂજા ભટ્ટે જાહેર કર્યું છે કે ‘જિસ્મ ૩’માં બે હિરોઇનો કામ કરશે અને એમાંથી એક રોલ માટે નતાલિયા કૌરની પસંદગી કરવામાં આવી છે. નોંધનીય છે કે નતાલિયાએ ‘જિસ્મ-૨’ના ચર્ચાસ્પદ પોસ્ટર માટે મૉડલિંગ કર્યું હતું.

ફિલ્મમાં નતાલિયાની પસંદગીનાં કારણો વિશે વાત કરતાં પૂજા કહે છે કે મેં જ્યારે મારા પિતા મહેશ ભટ્ટને કહ્યું કે ‘જિસ્મ-૨’ના પોસ્ટર માટે નતાલિયાએ મૉડલિંગ કર્યું છે ત્યારે તેમણે મને આની આગામી સિરીઝમાં તેને સાઇન કરવાનું સજેશન આપ્યું અને હું ક્યારેય તેમના સજેશનની અવગણના નથી કરતી.



શું ‘જિસ્મ ૩’ની બીજી હિરોઇન તરીકે સની લીઓનીને સાઇન કરવામાં આવશે એવા સવાલના જવાબમાં પૂજા કહે છે, ‘અત્યારે આ વિશે કંઈ પણ કહેવું વધારે પડતું વહેલું ગણાશે. હું જ્યારે ‘જિસ્મ-૨’ બનાવી રહી હતી ત્યારે બધા મને પૂછતા હતા કે શું આ ફિલ્મમાં મૂળ ‘જિસ્મ’ની બિપાશા બાસુને સાઇન કરવામાં આવશે? મને નવી-નવી ફૅન્ટસી ઊભી કરવી ગમે છે એને એટલે જ હજી સનીને ‘જિસ્મ ૩’માં સાઇન કરવામાં આવશે કે નહીં એનો મેં હજી વિચાર નથી કર્યો.’


Whatsapp-channel Whatsapp-channel

06 August, 2012 06:07 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK