બૉલીવુડ અભિનેતા નસીરુદ્દીન શાહ (Naseeruddin Shah) અને અભિનેત્રી રત્ના પાઠક (Ratna Pathak)નો નાનો દીકરો અભિનેતા વિવાન શાહ (Vivaan Shah) કોરોના વાયરસ (COVID-19)ની ચપેટમાં આવી ગયો છે. વિવાન શાહ છેલ્લે મીરા નાયરના વેબ શો 'અ સ્યુટેબલ બોય'માં દેખાયો હતો જેમાં તબુ, ઈશાન ખટ્ટર અને રામ કપૂર પણ સ્ટારકાસ્ટમાં સામેલ છે.
ગત અઠવાડિયે વિવાન શાહની તબિયત બગડી હતી. પછી તેને કોરોના ટેસ્ટ કરાવવાનું નક્કી કર્યું હતું. બાદમાં કોરોનાનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો. અત્યારે વિવાન આઈસોલેશનમાં છે અને સારવાર લઈ રહ્યો છે.
તમને જણાવી દઈએ કે, વિવાન શાહે તેનું એક્ટિંગ ડેબ્યુ વિશાલ ભારદ્વાજની ફિલ્મ 'સાત ખૂન માફ'થી કર્યું હતું. ત્યારબાદ તે 'હેપ્પી ન્યૂ યર' ફિલ્મમાં દેખાયો હતો. જેની સ્ટારકાસ્ટમાં શાહરુખ ખાન, દીપિકા પાદુકોણ, બોમન ઈરાની, અભિષેક બચ્ચન અને સોનુ સૂદ સામેલ હતા. તેણે 'બોમ્બે વેલ્વેટ'માં પણ કામ કર્યું છે. અભિનેતાની આગામી ફિલ્મ 'કબાડ: ધ કોઈન' અને 'કોટ' છે.
સામાન્ય માણસ હોય કે સેલેબ્ઝ સહુ કોઈ કોરોના વાયરસ સંક્રમણનો ભોગ બન્યા છે. અત્યાર સુધી અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન, આરાધ્યા બચ્ચન, મલાઈકા અરોરા, અર્જુન કપૂર સહિત અનેક સેલેબ્ઝ કોરોનાનો ભોગ બન્યા છે.
કોરોનાની રસીની ઓછી કિંમતના મામલે બાયોકોનનાં અધ્યક્ષા સરકાર સામે નારાજ
1st March, 2021 12:24 ISTજૉનસન ઍન્ડ જૉનસનની વન ટાઈમ વેક્સિનને મંજૂરી
1st March, 2021 12:01 ISTફેબ્રુઆરીમાં કોરોનાના કેસ વધ્યા, મરણાંક ઘટ્યો
1st March, 2021 11:04 ISTખબર હોવા છતાં ક્લબમાં જનાર કોરોનાના દરદી સામે પાલિકાએ કરી પોલીસ ફરિયાદ
1st March, 2021 10:18 IST