નસીરુદ્દીન શાહે ‘રામપ્રસાદ કી તેહરવી’ને થિયેટરમાં જઈને જોવાની સલાહ આપી છે. આ ફિલ્મ આજે રિલીઝ થઈ રહી છે. સીમા પાહવાએ આ ફિલ્મ દ્વારા ડિરેક્શનમાં ઝંપલાવ્યું છે. પોતાનો પર્સનલ અનુભવ તેણે આ ફિલ્મમાં ઉતાર્યો છે. ફિલ્મમાં નસીરુદ્દીન શાહની સાથે સુપ્રિયા પાઠક, કોંકણા સેન શર્મા, વિનય પાઠક, વિક્રાન્ત મેસી, મનોજ પાહવા પણ જોવા મળશે. નસીરુદ્દીન શાહે આ ફિલ્મ માટે કોઈ ફી નથી લીધી. ફિલ્મ વિશે નસીરુદ્દીન શાહે કહ્યું હતું કે ‘મારું માનવું છે કે અગત્યની ફિલ્મ એ હોય છે જે પોતાની દુનિયા, પોતાના જમાનાની સાચી તસવીર દેખાડે અને આ ફિલ્મ પણ એવી જ છે. સીમાએ તેની લાઇફના ઉદાહરણને એ ફિલ્મમાં ઉતાર્યું છે. ફિલ્મમાં તમને એની ઝલક દેખાશે. ઉદાહરણ તરીકે ફૅમિલીમાં અવસાન થાય અને જે પ્રકારે સ્થિતિનું નિર્માણ થાય છે એમાંથી મનોરંજન મળશે. એક અજીબ પ્રકારનો માહોલ બને છે. એમાં લોકોને સમજમાં નહીં આવે કે તેઓ હસે કે રડે. ઉત્તર પ્રદેશના એક નાનકડા શહેરની સ્ટોરી દેખાડવામાં આવશે. મને પૂરી ખાતરી છે કે આ ફિલ્મ લોકો પર જરૂર અસર છોડશે. આ ફિલ્મ તમારે થિયેટર્સમાં જોવી જોઈએ, કારણ કે ફિલ્મ ફની છે. દુઃખ અને સુખને દેખાડશે. આ ફિલ્મમાં કૉમેડી અને ટ્રૅજેડી બન્ને જોવા મળશે.’
સાહિલ વૈદ્યને લાંબી ઇનિંગ રમતો જોવા માગે છે નસીરુદ્દીન શાહ
27th November, 2020 20:53 ISTનસીરુદ્દીન શાહને મળ્યું ‘આદિત્ય વિક્રમ બિરલા કલાશીખર પુરસ્કાર’નું સન્માન
23rd November, 2020 13:12 ISTનસીરુદ્દીન શાહનો નાનો દીકરો અભિનેતા વિવાન શાહ આવ્યો કોરોનાની ચપેટમાં
3rd November, 2020 12:22 ISTનસીરુદ્દીન શાહ મારા મેન્ટર હોવાની મને ખુશી છે: શ્રેયા ચૌધરી
27th October, 2020 13:01 IST