નસીરુદ્દીન શાહે કર્યા ધમાકેદાર સ્ટન્ટ

Published: 29th November, 2012 05:47 IST

આ પહેલાં તેમણે ૧૪ વર્ષ પહેલાં ‘ચાઇના ગેટ’માં આવા ઍક્શન-શૉટ્સ આપ્યા હતા



નસીરુદ્દીન શાહ હાલમાં અંજુમ રિઝવી દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહેલી અને અહિશોર સોલોમન દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહેલી ‘જૉન ડે’ નામની ફિલ્મમાં કામ કરી રહ્યા છે. આ ફિલ્મ માટે તાજેતરમાં ૬૨ વર્ષના નસીરુદ્દીને સતત પાંચ રાત સુધી ધમાકેદાર સ્ટન્ટ દૃશ્યોનું શૂટિંગ કર્યું હતું.

નસીરુદ્દીનના આ શૉટ્સ વિશે વાત કરતાં ફિલ્મ સાથે સંકળાયેલી એક વ્યક્તિ કહે છે, ‘આ ફિલ્મ બદલાની વાર્તા ધરાવે છે અને એમાં નસીરુદ્દીન તથા રણદીપ હૂડા વચ્ચે સારાં એવાં ઍક્શન દૃશ્યો છે. ફિલ્મનાં ઍક્શન દૃશ્યો આ બન્નેની પર્સનાલિટીને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યાં છે. આટલાં જોરદાર ઍક્શન દૃશ્યો પછી નસીરુદ્દીન શાહે મજાકમાં કહ્યું હતું કે મેં છેલ્લે આવા શૉટ્સ ૧૪ વર્ષ પહેલાં ‘ચાઇના ગેટ’માં આપ્યા હતા અને અમે તેમની પાસે આવાં દૃશ્યો કરાવીને તેમને થકવી દીધા.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK