નસીરુદ્દીન શાહ અને તુષાર કપૂર મારીચમાં સાથે જોવા મળશે
નસીરુદ્દીન શાહ અને તુષાર કપૂર
નસીરુદ્દીન શાહ અને તુષાર કપૂર આગામી થ્રિલર ‘મારીચ’માં સાથે જોવા મળશે. આ ફિલ્મમાં નસીરુદ્દીન શાહ ચર્ચના પાદરીના રોલમાં દેખાશે. તો તુષાર આ ફિલ્મને પ્રોડ્યુસ કરવાની સાથે જ પોલીસ-ઑફિસરના રોલમાં દેખાશે. તેનું કહેવું છે કે આ ફિલ્મ તેને એક એક્ટર તરીકે વિકસિત કરવામાં મદદ કરશે. રામાયણનાં એક પાત્રના નામ પરથી જ ફિલ્મનું નામ ‘મારીચ’ રાખવામાં આવ્યું છે. નસીરુદ્દીન શાહ સાથેનો ફોટો ટ્વિટર પર શૅર કરીને તુષારે ટ્વીટ કર્યું હતું કે ’20 વર્ષની મારી જર્ની દરમ્યાન અનેક સ્ટોરીઝમાં પ્રાણ પૂર્યા છે. 2021ની શરૂઆત ‘મારીચ’થી કરું છું. મારી હંમેશની સ્ટાઇલથી આગળ વધ્યો છું. આ ફિલ્મ મને એક ઍક્ટર તરીકે વિકસિત કરવામાં પડકાર આપશે. એની ઝલક દેખાડવા માટે હું ઉત્સાહિત છું સાથે જ નસીર સર સાથે સ્ક્રીન શૅર કરવા માટે અતિશય આતુર છું.’