પાબ્લો એસ્કોબાર પહેલી વખત ભારતમાં

Published: Nov 01, 2019, 12:01 IST | અમદાવાદ

નેટફ્લિક્સ પર આવેલી કોલમ્બિયાના ડ્રગ-માફિયા પાબ્લો એસ્કોબાર પર બનેલી વેબ-સિરીઝ ‘નાર્કોસ’માં મુખ્ય પાત્ર ભજવનાર બ્રાઝિલિયન ઍક્ટર વાર્નર મોરા ભારતનો મહેમાન બનવાનો છે.

વાર્નર મોરા
વાર્નર મોરા

નેટફ્લિક્સ પર આવેલી કોલમ્બિયાના ડ્રગ-માફિયા પાબ્લો એસ્કોબાર પર બનેલી વેબ-સિરીઝ ‘નાર્કોસ’માં મુખ્ય પાત્ર ભજવનાર બ્રાઝિલિયન ઍક્ટર વાર્નર મોરા ભારતનો મહેમાન બનવાનો છે. તેણે ડિરેક્ટ કરેલી બ્રાઝિલિયન ફિલ્મ ‘મારીઘેલા’નું ભારતના સૌથી મોટા આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલની ‘ડિરેક્ટોરિયલ ડેબ્યૂ કૉમ્પિટિશન’ કૅટેગરીમાં સિલેક્શન થયું છે.

બ્રાઝિલના પૉલિટિશ્યન, રાઇટર અને ગૌરીલા ફાઇટર કાર્લોસ મારીઘેલાના જીવન પર આ ફિલ્મ બની છે. ‘નાર્કોસ’ વેબ-સિરીઝને કારણે આખી દુનિયામાં જાણીતો બનેલો ઍક્ટર-ડિરેક્ટર, સંગીતકાર વાર્નર પહેલી વખત ભારત આવી રહ્યો છે. આ ફિલ્મના પ્રીમિયર ઉપરાંત વાર્નરનું ‘ધ મૅગ્નિફિસન્ટ આર્ટિસ્ટ’ વિશે વાતચીત હશે, જેમાં તે ઍક્ટર અને ફિલ્મમેકર તરીકેની પોતાની સફર વિશે વાત કરશે. ૨૦થી ૨૮ નવેમ્બર દરમ્યાન ગોવાના પણજી ખાતે ચાલનારા ‘ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા’માં જુદા-જુદા ૭૬ દેશોમાંથી આવેલી ૨૫૦થી વધુ ફિલ્મો દર્શાવાશે.

આ પણ વાંચો : હિતેન તેજવાણી બનશે સિલ્વર ગાંધી: ઓડિશાના સ્વચ્છતા કાર્યકરનું પાત્ર ભજવશે

ઉલ્લેખનીય છે કે IFFIનું આ ૫૦મું એટલે કે ગોલ્ડન જ્યુબિલી વર્ષ છે અને આ વખતે સૌપ્રથમ વખત ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ની પણ ‘ઇન્ડિયન પૅનોરમા’ સેક્શનમાં ઓપનિંગ ફિલ્મ તરીકે અને ડેબ્યુ ફીચર ફિલ્મની કૉમ્પિટિશનમાં પસંદગી થઈ છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK