સુશાંત સિંહ રાજપુતના પરિવારને દિલાસો આપવા પહોંચ્યા નાના પાટેકર

Updated: Jun 28, 2020, 18:21 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

નાના પાટેકર પટનાના મોકામા સ્થિત સીઆરપીએફ ટ્રેનિંગ સેન્ટરના જવાનોનો ઉત્સાહ વધારવા માટે બિહાર ગયા હતા, ત્યારબાદ અભિનેતાના પરિવારની મુલાકાત લીધી

નાના પાટેકર, સુશાંત સિંહ રાજપુત
નાના પાટેકર, સુશાંત સિંહ રાજપુત

અભિનેતા સુશાંત સિંહ રાજપુતના મૃત્યુ બાદ તેના પરિવારને દિલાસો આપવા એક પછી એક નેતા અને અભિનેતા પટના સ્થિત ઘરે આવી રહ્યાં છે. આજે બૉલીવુડના અભિનેતા નાના પાટેકર પણ સુશાંતના પરિવારને મળવા પહોંચ્યા હતા.

નાના પાટેકર બિહારના પટનામાં મોકામા સ્થિત સીઆરપીએફ ટ્રેનિંગ સેન્ટરના જવાનોનો ઉત્સાહ વધારવા માટે બિહાર ગયા હતા. જ્યા તેઓ આર્મીના ડ્રેસમાં જોવા મળ્યા હતા. એટલું જ નહીં મોકામાની બાજુમાં આવેલા ગામડામાં તેમણે હળ પણ ચલાવ્યું હતું અને ફૅન્સને મળ્યા હતા. ત્યારબાદ તેઓ સુશાંત સિંહ રાજપુતના પટના સ્થિત રાજીવ નગરના ઘરે પહોચ્યા હતા અને પરિવારજનોને મળ્યા હતા. પરિવારના સભ્યોને નાના પાટેકરે દિલાસો આપ્યો હતો અને સુશાંતને શ્રદ્ધાંજલી આપી હતી.

તમને જણાવી દઈએ કે, આ પહેલા અનેક નેતા અને અભિનેતાઓ સુશાંતના પરિવારને મળવા આવ્યા હતા. ભોજપુરી ગાયક અને ભાજપના સાંસદ મનોજ તિવારી, ખેસારી લાલ યાદવ, અક્ષરા સિંહ પણ સુશાંતના ઘરે ગયા હતા. બિહારના નાયબ મુખ્ય પ્રધાન સુશીલ કુમાર મોદી અને આરજેડીના નેતા તેજસ્વી યાદ, તેજ પ્રતાપ યાદવ પણ સુશાંતના ઘરે ગયા હતા. એટલું જ નહીં સુશાંતની એક્સ ગર્લફ્રેન્ડ ટીવી અભિનેત્રી અંકિતા લોખંડે પણ સુશાંતના પરિવારને મળવા પહોચી હતી.

સુશાંત સિંહ રાજપુતે 14 જૂને બાંદ્રા સ્થિત ઘરમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. આ કેસની પોલીસ તપાસ ચાલી રહી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK