નાગિનમાં વિશાખા લઈને આવશે હાઈ-વૉલ્ટેજ ડ્રામા

Published: Feb 10, 2020, 16:14 IST | Ahmedabad

કલર્સ ટીવીના શો ‘નાગિન - ભાગ્ય કા ઝહરીલા ખેલ’ની ચોથી સીઝનમાં અનીતા હસનંદાણીની એન્ટ્રી થવાની છે

કલર્સ ચૅનલનો શો ‘નાગિન - ભાગ્ય કા ઝહરીલા ખેલ’ બહોળો દર્શકવર્ગ ધરાવે છે. આ શોને લીધે ચૅનલની ટીઆરપીને પણ ફાયદો થયો છે. એકતા કપૂર નિર્મિત આ શોની ચાર સીઝનમાં અનેક જાણીતા કલાકારો કામ કરી ચૂક્યા છે. હાલમાં આ શોની ચોથી સીઝન ચાલી રહી છે; જેમાં જાસ્મિન ભસીન, નિયા શર્મા અને વિજયેન્દ્ર કુમેરિયા લીડ કલાકારો છે. હવે મનોરંજન બમણું કરવા માટે અનીતા હસનંદાણીની એન્ટ્રી થવાની છે. અનીતા ત્રીજી સીઝનમાં વિશાખાનું પાત્ર ભજવતી હતી અને આ જ પાત્ર ચોથી સીઝનમાં પણ ટ્વિસ્ટ લાવશે. વિશાખા નયનતારા (જાસ્મિન), દેવ (વિજયેન્દ્ર) અને બ્રિન્દા (નિયા)ની જિંદગીમાં વમળ પેદા કરશે. ચોથી સીઝનમાં વિશાખાનો લુક અગાઉની સીઝન કરતાં જુદો હશે.

અનીતા હસનંદાણી બૉલીવુડ અને ટીવી-અભિનેત્રી છે જે છેલ્લે સ્ટાર પ્લસની ‘યે હૈં મોહબ્બતેં’ સિરિયલમાં જોવા મળી હતી. તે ‘ક્રિષ્ના કૉટેજ’, ‘કોઈ આપ સા’ જેવી ફિલ્મો ઉપરાંત ‘કસમ સે’, ‘કાવ્યાંજલિ’, ‘કયામત’ જેવી જાણીતી સિરિયલ કરી ચૂકી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK