Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > લકી અલીના વાયરલ થયેલા ‘ઓ સનમ’ વીડિયો માટે નફીસાએ કહ્યું આ...

લકી અલીના વાયરલ થયેલા ‘ઓ સનમ’ વીડિયો માટે નફીસાએ કહ્યું આ...

18 December, 2020 05:11 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

લકી અલીના વાયરલ થયેલા ‘ઓ સનમ’ વીડિયો માટે નફીસાએ કહ્યું આ...

તસવીર સૌજન્યઃ એએફપી

તસવીર સૌજન્યઃ એએફપી


નફીસા અલીએ તાજેતરમાં જ તેના મિત્ર ગાયક લકી અલીનો એક વીડિયો વાયરલ કર્યો હતો, જેમાં લકી અલી ‘ઓ સનમ’ ગીત ગાઈ રહ્યો છે. આ વીડિયો ખૂબ જ વાયરલ થયો છે. વીડિયોને ગોવામાં શૂટ કરવામાં આવ્યો હતો.

ટાઈમ્સ નાઉ ડિજીટલને આપેલા ઈન્ટરવ્યૂમાં નફીસા સોઢીએ કહ્યું કે, મારા મિત્ર બબલુએ મને આ સુંદર જગ્યા બાબતે કહ્યું હતુ જ્યા યુવા સંગીતકારો આવે છે કારણ કે લકી પણ અહીંયા જ છે. તેણે લકીને તુ અહીં આવીને સાંભળીશ. લકીએ કહ્યું કે, પાક્કુ આવીશ. હુ સંગીતકારોને પ્રોત્સાહન આપુ છુ તેથી મારે આવવુ જોઈએ.



 
 
 
View this post on Instagram

A post shared by Nafisa Ali Sodhi (@nafisaalisodhi)


નફીસાએ ઉમેર્યું કે, હુ અને લકી ત્યાં ગયા અને તેમના મધુર સંગીત સાંભળીને એક શ્રેષ્ઠ સાંજ પસાર કરી હતી. બધુ પતવા આવ્યુ ત્યારે એક જણે લકીને કહ્યું કે, સર, પ્લીઝ તમે ગાશો. લકીએ કહ્યું કે નફીઝા તુ મને અહીં લાવી છે. તો મે કહ્યું કે, તુ શુ વિચારે છે, તુ એમનો ગુરુ છે, તુ લેજન્ડ છે. જો તેઓ તારા તરફથી એક ગીત સાંભળવા માગે છે તો મારુ માનવુ છે કે તારે તેમની વાત માનવી જોઈએ. ત્યારબાદ મે તરત કેમેરા શરૂ કરીને રેકોર્ડિંગ શરૂ કર્યું હતું.


નફીસાનો આ વીડિયો ખૂબ જ વાયરલ થયો છે. 62 વર્ષના લકી અલી ગીટાર સાથે તેમનું ફૅમસ સોંગ ‘ઓ સનમ’ ગાઈ રહ્યા છે, જે સાંભળીને ફૅન્સ પણ ખુશ થયા હતા.

વીડિયો વાયરલ થતા લકી અલીના પ્રતિભાવ બાબતે નફીસાએ કહ્યું કે, લકીએ મને કહ્યું કે નફીસા આ તે શું કર્યું. મે કહ્યું કે મે ફક્ત એક ક્લિપ અપલોડ કરી હતી. મને ખબર નહી કે તે પછી શું થશે. મને સમજાતુ નથી કે આ ‘વાયરલ’ શું છે.

નફીસાએ ઉમેર્યું કે, બીજાનું ગીટાર લઈને લાઈવ ઓડિયન્સ સામે આવુ મેજિકલ રીતે ગીત ગાવુ સહેલુ નથી.

Whatsapp-channel Whatsapp-channel

18 December, 2020 05:11 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK