તારિકા ત્રિપાઠી, નાદિયા હિમાની,ચેતન દૈયાએ શરૂ કર્યુ નવી ફિલ્મનું શૂટિંગ

Updated: Sep 27, 2019, 14:35 IST | અમદાવાદ

જાણીતા ગુજરાતી એક્ટ્રેસ નાદિયા હિમાનીએ પોતાની નવી હિન્દી ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે. નાદિયા હિમાની અપકમિંગ ફિલ્મ 'વિંગ્સ ઓફ ફ્રીડમ'માં દેખાશે.

જાણીતા ગુજરાતી એક્ટ્રેસ નાદિયા હિમાનીએ પોતાની નવી હિન્દી ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે. નાદિયા હિમાની અપકમિંગ ફિલ્મ 'વિંગ્સ ઓફ ફ્રીડમ'માં દેખાશે. આ ફિલ્મ વિંગ્સ ઓફ ફ્રીડમનું શૂટિંગ અમદાવાદમાં શરૂ થઈ ચૂક્યુ છે. ફિલ્મમાં નાદિયાની સાથે જાણીતા ગુજરાતી એક્ટર ચેતન દૈયા લીડ રોલમાં છે. તેમની સાથે આ ફિલ્મમાં તારિકા ત્રિપાઠી લીડ રોલમાં છે સાથે જ ખુશી ભટ્ટ પણ દેખાશે.

nadia himani

રાજેશ ઠક્કર નિર્મિત આ ફિલ્મ એક લોઅર મિડલ ક્લાસ ફેમિલીની છોકરી પર આધારિત છે. જેની લાઈફની જર્ની, જીવનનો સંઘર્ષ, પરિવારની વ્યથા ફિલ્મમાં દેખાશે. ફિલ્મ વિંગ્સ ઓફ ફ્રીડમને જીતેશ આર્ય ડીરેક્ટ કરી રહ્યા છે. આ ફિલ્મને હેરિટેજ ફિલ્મ પ્રોડક્શન પ્રસ્તુત કરી રહ્યા છે. 

આ પણ વાંચોઃ જાણો કેવી રીતે આપણા આ સેલેબ્સ કરવાના છે નવરાત્રીની ઉજવણી...

ઉલ્લેખનીય છે કે નાદિયા હિમાની પોતાની કરિયરમાં કેટલીક ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. વર્કફ્રંટની વાત કરીએ તો નાદિયા હાલ કલર્સ ગુજરાતીની સિરિયલ સાવજ એક પ્રેમ ગર્જનમાં કામ કરી રહ્યા છે. સાવજ એક પ્રેમ ગર્જનામાં નાદિયા હિમાની મોંઘીના પાત્રમાં દેખાઈ રહ્યા છે. તો ચેતન દૈયાની હંગામા હાઉસ અને બજાબા હજી કેટલાક દિવસો પહેલા જ રિલીઝ થઈ છે. ચેતન દૈયા ફિલ્મ 'કરસનદાસ પે એન્ડ યુઝ'થી ખૂબ જ ફેમસ થયા હતા. તો તારિકા ત્રિપાઠી લાલી લીલા, ઉડાન જેવા નાટકોમાં દેખાઈ ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ ભંવર અને દુનિયાદારી ફિલ્મમાં પણ કામ કરી ચૂક્યા છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK