Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > Nach Baliye 9:હવે ઘાયલ થયા આ કન્ટેસ્ટન્ટ

Nach Baliye 9:હવે ઘાયલ થયા આ કન્ટેસ્ટન્ટ

18 August, 2019 04:06 PM IST | મુંબઈ

Nach Baliye 9:હવે ઘાયલ થયા આ કન્ટેસ્ટન્ટ

Nach Baliye 9:હવે ઘાયલ થયા આ કન્ટેસ્ટન્ટ


સ્ટાર પ્લસ પર ટેલિકાસ્ટ થતા સેલિબ્રિટીઝના ડાન્સ રિયાલિટી શો નચ બલિયે 9 શરૂ થયો ત્યારથી જ સમાચારમાં ચમકી રહ્યો છે. આ શોમાં ક્યારેક એક્સ કપલ્સ વચ્ચે ઝઘડા થાય છે, તો ક્યારેક તેના કન્ટેસ્ટન્ટ ઈજાગ્રસ્ત થઈ જાય છે.

નચ બલિયેમાં પોતાના ડાન્સનો જલવો બતાવી રહેલા ટીવી એક્ટર સૌરભ જૈનની પત્ની રિદ્ધિમાને ગંભીર ઈજા પહોંચી છે. મળતી માહિતી પ્રમામે રિદ્ધીમા જ્યારે પોતાના પર્ફોમન્સ માટે પ્રેક્ટિસ કરી રહી હતી, ત્યારે તેમને ઈજા પહોંચી છે. પ્રેક્ટિસ દરમિયાન તેનો પગ લપસ્યો અને જમીન પર પટકાઈ




આ ઈજા એટલી ગંભીર હતી કે રિદ્ધીમાને ખૂબ લોહી નીકળ્યું હતું. દુર્ઘટના બાદ તરત જ તેમને હોસ્પિટલ લેઈ જવાયા, જ્યાં તેમને દાઢી પર ટાંકા લેવા પડ્યા. જો કે દુર્ઘટના બાદ પણ તેમના પર્ફોમન્સ પર કોઈ અસર નહોતી પડી અને બંનેએ જોરદાર પર્ફોમન્સ આપ્યું.


આ પહેલા પણ કેટલીકવાર શોના કન્ટેસ્ટન્ટ સેટ પર દુર્ઘટનાનો શિકાર બની ચૂક્યા છે. એક્ટ્રેસ શ્રદ્ધા આર્યા અને એક્ટર શાંતનુની પાર્ટરન્રને પણ પ્રેક્ટિસ દરમિયાન ઈજા થઈ હતી, જેનેક કારણે તેઓ એક એપિસોડમાં પર્ફોર્મ નહોતા કરી શક્યા.

આ દુર્ઘટના બાદ તાજેતરમાં જ એક્ટર સૌરભે તેની વાઈફ રિદ્ધિમા માટે એક પોસ્ટ શૅર કરી છે, જેમાં તે લખે છે કે,'હું હંમેશા જાણતો હતો કે તુ મજબૂત છે, પરંતુ નચબલિયેમાં આવીને જાણ્યું કે તું એક ફાઈટર છે, આવી યુવતીઓ જેમનામાં આટલી તાકાત છે, તે ક્યારેય ગિવ અપ નથી કરતા.'

ઉલ્લેખનીય છે કે સૌરભ રાજ જૈન ટીવી એક્ટર છે. અને અત્યાર સુધી તે ઘણા ધાર્મિક શૉઝનો ભાગ બની ચૂક્યા છે. મહાભારત શોમાં સૌરભ કૃષ્ણના રોલમાં ફેમસ થયા હતા.

Whatsapp-channel Whatsapp-channel

18 August, 2019 04:06 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK