શરદ મલ્હોત્રાને કોરોના થતાં તે હોમ-ક્વૉરન્ટીન છે. ‘નાગિન 5’થી શરદ ખાસ્સો ફેમસ થયો છે. તેને કોરોના થતાં તેના ફૅન્સને ચિંતા થઈ રહી છે. સૌકોઈ તેના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે. શરદની વાઇફ રિપ્સી ભાટિયાનો ટેસ્ટ-રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. શરદને હલકાં લક્ષણ હતાં. તે હાલમાં ડૉક્ટરની સલાહ લઈ રહ્યો છે. કોરોના વિશે શરદે કહ્યું હતું કે ‘એવું કહેવાય છે કે જો તમે પૉઝિટિવ રહો તો સારી વાત છે અને લોકો પણ તમારી તરફ આકર્ષાય છે. આ વાતને તો મેં ખૂબ જ ગંભીરતાથી લઈ લીધી. બદ્નસીબે મારી કોવિડ-19ની ટેસ્ટ પૉઝિટિવ આવી છે. જોકે એનાં લક્ષણો હલકાં છે. મારી વાઇફની ટેસ્ટ નેગેટિવ આવી એ સારી બાબત છે. તમામ તકેદારીને અનુસરી રહ્યો છું. હું ઘરમાં સખત મેડિકલ સુપરવિઝન હેઠળ ક્વૉરન્ટીન છું એથી મારા માટે પ્રાર્થના કરો. હું વચન આપું છું કે હું જલદી જ સ્ટ્રૉન્ગ બનીને પાછો ફરીશ.’
Radhe Release Date Confirmed: ઈદ પર આવી રહી છે સલમાન ખાનની ફિલ્મ
19th January, 2021 18:37 ISTમૂવી-માફિયા કરતાં પણ વધુ ભયાનક કઈ બાબત લાગે છે કંગના રનોટને?
19th January, 2021 16:45 ISTકંગનાની ધાકડ પહેલી ઑક્ટોબરે થશે થિયેટરમાં રિલીઝ
19th January, 2021 16:43 ISTમૅડમ ચીફ મિનિસ્ટર માટે ભીમ સેનાએ મારવાની ધમકી આપી રિચા ચઢ્ઢાને
19th January, 2021 16:41 IST