એક્ટ્રેસ મોની રૉય સોશિયલ મીડિયા પર પોતાની હૉટ તસવીરોને પોસ્ટ કરીને ચર્ચામાં છવાયેલી રહી છે. હવે નેશનલ સ્ટૉક એક્સચેન્જના અધિકારિક ટ્વિટર હેન્ડલ પર ભૂલતી શૅર થઈ ગઈ. આ પોસ્ટમાં એક્ટ્રેસની એક કાળા કલરની ટૉપ અને મેટાલિક સ્કર્ટ પહેરી હચી. ભૂલ ધ્યાનમાં આવતાં જ NSEએ ટ્વીટ કરીને કહ્યું, "બપોરે 12.25 વાગ્યે એનએસઇના હેન્ડલ પર ભૂલથી એક અયોગ્ય પોસ્ટ થઈ ગઈ. આ NSEના અકાઉન્ટને સંભાળનારી એજન્સી દ્વારા કરવામાં આવેલી એક માનવીય ભૂલ છે અને કોઇ હૅકિંગ નથી. અસુવિધા માટે અમારા ફૉલોવર્સની માફી માગીએ છીએ." ટ્વીટ પછી યૂઝર્સે આ ભૂલ માટે એનએસઇને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું. જોતજોતામાં આ ટ્વીટના સ્ક્રીનશૉટ વાયરલ થવા લાગ્યા.
View this post on Instagram
યૂઝર્સ કરવા લાગ્યા ટ્રોલ
NSE દ્વારા માફી માગ્યા પછી પણ યૂઝર્સ તેમને ટ્રોલ કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યું, "તો આ અર્થ હોય છે, સ્ટૉર ઑફ ધ ડેનો." યૂઝર્સે કોમેન્ટ પણ કરી. "આથી વધુ સેક્સી ભૂલ મેં અત્યાર સુધી નથી જોઇ. ભૂલ કરવી તો કોઇક એનએસઇ પાસેથી શીખે. નૉટી એનએસઇ.", "અરે કોઇ ભૂલ નહોતી, આવી ભૂલો કરતા રહેવી."
અન્ય એક યૂઝરે લખ્યું, "જ્યારે નોટિસ પીરિયડમાં કામ કરતા હો તો કર્મચારીને પૂરતો પગાર નથી મળતો." તો અન્ય એક યૂઝરે લખ્યું, "માર્કેટમાં સહેજ ઉછાળ શું આવ્યો, એનએસઇ મસ્તીના મૂડમાં આવી ગઇ. આ બધું શું કરી રહ્યા છો આશીષ ચૌહાણ સાહેબ."
View this post on Instagram
તાજેતરમાં જ મોની રૉયે શૅર કરી હતી બ્લેક આઉટફીટમાં પોતાની તસવીર
મોની રૉય સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને લગભગ દરબીજા દિવસે પોતાની તસવીર શૅર કરે છે. એક્ટ્રેસે તાજેતરમાં જ બ્લેક ડ્રેસમાં પોતાની તસવીર શૅર કરી હતી, આમાં તે ખૂબ જ હૉટ અને સિઝલિંગ લાગી રહી છે. ફેન્સ આ તસવીરો પર પણ કોમેન્ટ કરી રહ્યા છે. એક ફેને કોમેન્ટ કરી છે ઉફફ.. કહેર, બીજા એક ચાહકે લખ્યું છે તમારી અદા નિરાળી છે, તો એક ચાહકે લખ્યું છે લુકિંગ ગૉર્જિયસ. પોતાની મોટાભાગની તસવીરોમાં બ્લેક આઉટફિટમાં દેખાય છે. તાજેતરની તસવીરો પર ધ્યાન આપીએ તો કાળા કલરના ડ્રેસમાં તેણે પોતાની તસવીરો શૅર કરી હતી.
દિવ્યા ખોસલા કુમારને ફિલ્મમેકર બનવું એ સરળ નથી લાગી રહ્યું
18th January, 2021 16:24 ISTઘણું કહી જાય છે આયુષ્માનની કવિતા
18th January, 2021 16:20 ISTરાધેશ્યામનું શેડ્યુલ પૂરું કર્યું પૂજા હેગડેએ
18th January, 2021 16:18 ISTકાર્તિક આર્યનની ધમાકા નેટફ્લિક્સ પર રિલીઝ થવાની શક્યતા
18th January, 2021 16:14 IST